A relationship/ પ્રેમને જીવંત રાખવો છે તો કરો આ કામ, લાઇફ કૉચે જણાવ્યું, કેવી રીતે તમારી એક ટેવથી સુદ્રઢ બનશે સંબંધ!

જો તમે પણ ઇચ્છો છો કે તમારો પ્રેમ હંમેશાં શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ દિન-પ્રતિદિન એકબીજા માટે વધતો જ રહે અને ‘હજુયે તમે મને પ્રેમ કરો છો ખરાં?’ એવું ક્યારેય પૂછવું ન પડે, એ માટે લાઇફ કૉચ દ્વારા આપવામાં આવેલી આ સલાહ તમને ચોક્કસ કામ લાગશે.

Trending Relationships

RELATIONSHIP: ‘પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો..’ આ ભાવપૂર્ણ પ્રણયગીતમાં પ્રેમનો અકથ્ય ભાવ પ્રગટ થાય છે. પ્રેમ એક એવી અનુભૂતિ છે કે જેમાં ઓછું-વત્તું કે હાર-જીત કંઇ જ નથી હોતું, હોય છે તો ફક્ત નિર્મળ પ્રેમ! માણસ પ્રેમમાં પડે એટલે એને સઘળું ગમવા લાગે છે, જીવનમાં હરીયાળી છવાઇ જાય છે અને હવામાં જાણે કે સુગંધ પ્રસરી જાય છે. આ એક એવી અનુભૂતિ છે જેને શબ્દોમાં વર્ણવી શકાય નહિં! પણ ખરી કસોટી તો ત્યારે શરુ થાય છે જ્યારે તમારા સાથીને તમારે એવું પૂછવું પડે કે, ‘હજુયે તમે મને પ્રેમ કરો છો ખરાં?’ આવું પૂછતાં હૈયું વલોવાઇ જાય છે ત્યારે હવે સવાલ એ થાય કે આવી નોબત આવે જ છે કેમ? જે સંબંધથી હૈયામાં ઓઘ ઉછળતા હોય, એનાથી મન કેવી રીતે ધરાઇ જાય છે? આવા કેટલાક પ્રશ્નોના ઉત્તર આપવા કઠિન લાગે છે, પરંતુ પ્રણયસંબંધમાં આવી સ્થિતિ ના આવે એનો પ્રયાસ જરુરથી કરી શકાય. તમારા જીવનમાં પણ આવું ન બને તથા તમારો સંબંધનો તાર ક્યારેય નબળો ન પડે અને પ્રેમની ભાવના જીવંત રહે એ માટે લાઇફ કૉચની આ સલાહ અવશ્ય તમને કામ લાગશે.

પ્રેમને જીવંત કેવી રીતે રાખવો

લાઇફ કૉચના મતે, જો તમારે પ્રેમસંબંધને જીવંત રાખવો છે તો એ માટે ફક્ત વાતોથી નહિં થાય, પરંતુ નાના-નાના ઈશારાઓ અને હાવ-ભાવ દ્વારા પણ પ્રેમને અભિવ્યક્ત કરતા રહેવું જોઇએ. એકમેકનો હાથ પકડવો, ક્યારેક ખોળામાં માથું મૂકીને સૂવું, આલિંગન આપવું અને આંખો દ્વારા તથા ક્યારેક પ્રેમભર્યા સ્પર્શથી પણ તમારા સાથીને ઘણું સારું લાગે છે. આવા નાનકડા ઈશારાઓ (સ્મૉલ જેસ્ચર્સ) તમારા પ્રેમનું હંમેશાં સિંચન કરતા રહે છે.

રિલેશનશિપમાં તિરાડ ના પડવા દો

એવો ભરપૂર પ્રયાસ કરો કે તમારા સંબંધમાં કદી તિરાડ ના પડે. તિરાડ ત્યારે જ પડે છે કે, જ્યારે તમે બંને એકબીજાની ખુશી જોવા કરતા પોતપોતાના અહંને વચ્ચે લાવો છો. જ્યારે વ્યક્તિ કોઇને ખૂબ જ પ્રેમ કરે છે ત્યારે એ સાથી એને ‘બૅયર મિનિમમ’ અર્થાત્ નાની-નાની વસ્તુઓ કે ભાવનાઓ માટે તરસાવે છે, જે સંબંધને નબળો બનાવે છે.

મૉડર્ન ડેટિંગ ની અસરમાં ના આવો

મૉડર્ન ડેટિંગ માં લોકો એવું માને છે કે, જીવનમાંથી એક વ્યક્તિ ચાલી જશે તો બીજી આવી જશે! આનાથી વિપરીત, પ્રેમની કદર કરવી જરુરી છે. કોઇ પણ સંબંધને પ્રયાસ કર્યા વિના નિભાવી શકાતો નથી. પ્રેમસંબંધ સુદ્રઢ રહે અને પ્રેમ પાંગરતો રહે એ માટે તમારે એક જ વ્યક્તિને પસંદ કરવો પડે છે અને વારંવાર, એની સાથે મળીને તમારા સંબંધને પ્રેમથી સિંચતા રહેવું પડે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આ વખતે શ્રાવણ ઉપવાસમાં ફલહારી સાબુદાણા ફ્રેન્ચ ફ્રાઈસ બનાવો, તમને પુષ્કળ ઉર્જા મળશે.

આ પણ વાંચો:શું તમે પણ ચોમાસામાં કોબીજ અને ફુલાવર ખાઓ છો? આ 5 ટિપ્સ અંદર છુપાયેલા જંતુઓ તરત જ દૂર કરશે