Not Set/ મળો આ પીઝા ચોર ગેંગને, પીઝા માટે આવો અદ્ભુત પ્રેમ ક્યારેય નહી જોયો હોય..

ચોરીની કઈ બનાવી નથી રહી પરંતુ શું તમે ક્યારેય પીઝાની ચોરી વિશે સાંભળ્યું છે. જી હા, પીઝાની ચોરી.દિલ્લીમાં પીઝા ચોરનાર ગેંગને પોલીસે પકડી પાડી છે. સાઉથ દિલ્લીમાં પીઝાના દિવાના એવા આ લોકો પીઝા ડિલીવરી બોયને નિશાનો બનાવતા હતા. અને ત્યારબાદ તેમની જોડે રહેલા પીઝા ચોરી કરીને ભાગી જતા હતા. તમને આ લોકોની ચોરી કરવાની રીત […]

Top Stories India Trending

ચોરીની કઈ બનાવી નથી રહી પરંતુ શું તમે ક્યારેય પીઝાની ચોરી વિશે સાંભળ્યું છે. જી હા, પીઝાની ચોરી.દિલ્લીમાં પીઝા ચોરનાર ગેંગને પોલીસે પકડી પાડી છે.

સાઉથ દિલ્લીમાં પીઝાના દિવાના એવા આ લોકો પીઝા ડિલીવરી બોયને નિશાનો બનાવતા હતા. અને ત્યારબાદ તેમની જોડે રહેલા પીઝા ચોરી કરીને ભાગી જતા હતા.

Image result for pizza

તમને આ લોકોની ચોરી કરવાની રીત વાંચીને ચોક્કસથી આશ્ચર્ય થશે. આ ગેંગના મેમ્બર ઓનલાઈન પીઝાનો ઓર્ડર ફોનમાંથી કરતા હતા. પીઝા ડીલીવર કરવાની જગ્યા પણ એવી સેટ કરતા હતા કે તેઓ ચોરી કરી શકે. જયારે દીલીબરી બોય પીઝા લઈને આવતો ત્યારે તેની જોડે રહેલા પીઝાની ચોરી કરતા. માત્ર પીઝા જ નહી પરંતુ ડિલીવરી બોયનો ફોન, પૈસા અને તેનું ટુ-વ્હીલર પણ ચોરી કરી લેતા હતા.

પોલીસે કહ્યું કે તેમની ગેંગમાં ત્રણ લોકો શામેલ હતા જેમાંથી એક મેબર આની પહેલા પણ ડિલીવરી બોય તરીકેની નોકરી કરી ચુક્યો હતો. બસ તેની પહેલાની  ડિલીવરી બોયની નોકરી તે લોકોને પીઝાની લુંટ કરવામાં મદદ કરી ગઈ હતી.

રવિવારે પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી હતી. ત્રણમાંથી એક મેમ્બર પર ઘણા કેસ આની પહેલા પણ થયેલા છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે શનિવાર અને રવિવારે તે લોકોએ ત્રણ વખત પીઝાની ચોરી કરી હતી જેમાં તેઓ પોલીસની નજરે ચડી ગયા હતા.

Related image

પીઝા ગેંગના ત્રણ સભ્યોમાં ૨૩ વર્ષીય દીપક, ૨૩ વર્ષીય ચિરાગ શર્મા અને ૧૯ વર્ષીય કરણ મહાજનનો સમાવેશ થાય છે.

આ ત્રણ લોકોએ શ્રીનિવાસપુરી વિસ્તારમાં આજુબાજુના અલગ-અલગ રેસ્ટોરન્ટમાંથી ફૂડ મંગાવ્યું હતું અને જયારે ડિલીવરી બોય ઓર્ડર આપવા આવતો હતો ત્યારે તેને લુંટી લેતા  હતા.

Image result for pizza

ડીસીપીન અજ્નાવ્યા પ્રમાણે તે લોકો ચપ્પ્ય બતાવીને મારી નાખવાની ધમકી આપીને ઓર્ડર કરેલું ફૂડ ચોરતા હતા અને ત્યાંથી રફુચક્કર થઇ જતા હતા.

પીઝા ચોર ગેંગનો મેમ્બર દીપક પહેલા ડીલીવરી બોયની નોકરી કરતો હતો. એટલું જ નહી  ત્રણ મહિના પહેલા કાર ચોરી કરવાના આરોપ પણ તેની પર લાગી ચુકેલા છે. ત્યારબાદ તે બીજા બે મિત્રો સાથે મળીને પીઝા ચોરી કરવાના કામને અંજામ આપતો હતો પરંતુ પોલીસે તેમના કારનામાને ખુલ્લા પાડ્યા હતા.