બેંગલુરમાં સાત યુવાનોએ રૂપિયા કમાવવા એવો કીમિયો શોધ્યો કે જે સાંભળી તમારું મગજ બહેર મારી જશે રુપિયા કમાવવા માટે અને સોશિયલ મીડિયા પર સ્ટાર બનવા માટે સાત યુવાનો ભૂત બનીને લોકોને ડરાવતા હતા.બેંગલુરના રસ્તાઓ પર આ યુવાનો મોડી રાત્રે ઉતરીને એકલ-દોકલ લોકોની પાસે સફેદ કપડા પહેરીને ભૂત હોવાનું નાટક કરતા હતા. બેંગ્લુરુના પશ્ચિમ ભાગમાં આવેલા યશવંતપુરામાં લોકોને ભૂત બનાવીને ડરાવતી ટોળકીના કારનામા વધ્યા બાદ પોલીસ એક્શનમાં આવી અને સોમવારે ભૂત બનીને લોકોને ડરાવવાની કોશિશ કરનારા સાત લોકોને પકડી લીધા.
જેમાં શાવન મલિક (20), નવીદ (20), સાજીલ મોહમ્મદ (21), મોહમ્મદ આક્યુબ (20), સાકીબ (20), સૈયદ નાઈબ (20) અને ઉસ્ફા અહેમદનો સમાવેશ થાય છે. પોલીસે આ યુવાનોને ભૂતના ગેટઅપમાં જ પકડી લીધા હતા.
આ યુવાનો સફેદ કપડા, વિગ્સ અને મેકઅપ સાથે ભૂત હોય તે પ્રકારનો ગેટઅપ તૈયાર કરતા હતા. રસ્તા પરથી ચાલીને જતા એકલ-દોકલ લોકોને નિશાન બનાવીને તેમનો વિડીયો પણ ઉતારતા હતા. આ છોકરાઓ કાર અને રિક્ષાને પર ટાર્ગેટ બનાવતા હતા.
લોકોને ડરાવતી વખતે તે ઘટનાનો આખો વિડીયો આ છોકરાઓ બનાવી લેતા હતા અને તેમને ડરાવવાની મજા લેતા હતા.લોકોને ડરાવવાની મજા લીધા બાદ તેનો વિડીયો આ છોકરાઓનું ગ્રુપ સોશિયલ મીડિયા પર શેર કરતું હતું. આ અંગે સ્થાનિકોએ ભૂતની ફરિયાદો કરી હતી, પોલીસને એક્શનમાં આવીને લોકોને ડરાવીને મજા લેતા સાતે યુવકોની ટોળકીને પકડીને કાર્યવાહી શરુ કરી હતી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
