New Delhi : શિયાળા પછી હવે લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે. દેશમાં આ ઉનાળાને લઈને હવામાન વિભાગે એક મહત્વપૂર્ણ આગાહી કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ વખતે માર્ચથી મે સુધી તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની ધારણા છે. IMD અનુસાર, આ ઉનાળાની ઋતુમાં દ્વીપકલ્પીય ભારતના દક્ષિણ ભાગો અને ઉત્તરપૂર્વ ભારતના કેટલાક વિસ્તારો સિવાય, દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્યથી ઉપર રહેવાની શક્યતા છે. આવી સ્થિતિમાં આ વખતે ગરમી વધુ પડશે તે સ્પષ્ટ છે.
મહિનાનું મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતા વધારે
માર્ચથી મે દરમિયાન ભારતના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. તે જ સમયે, દ્વીપકલ્પીય ભારતના કેટલાક દક્ષિણ ભાગોને આનાથી અલગ રાખવામાં આવ્યા છે. અહીં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું રહેવાની શક્યતા છે. આ સાથે ઉત્તર-પશ્ચિમ ભારત અને દક્ષિણ દ્વીપકલ્પના કેટલાક ભાગો સિવાય દેશના મોટાભાગના ભાગોમાં મહિનાનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની શક્યતા છે.

હિટવેવ અને લૂ માટે શું આગાહી છે?
હવામાન વિભાગનું કહેવું છે કે માર્ચથી મે 2025 સુધી ઉનાળાની ઋતુ દરમિયાન દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ ગરમી અને હિટવેવ આવવાની શક્યતા છે. તેમાં ઉત્તરપૂર્વ ભારત, સુદૂર ઉત્તર ભારત અને દ્વીપકલ્પીય ભારતના દક્ષિણપશ્ચિમ અને દક્ષિણ ભાગોનો સમાવેશ થતો નથી.
2016 થી સિઝનલ પૂર્વાનુમાન
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળના ભારતીય હવામાન વિભાગ વર્ષ 2016 થી શિયાળા સાથે ઉનાળા માટે સિઝનલ હવામાન આગાહીઓ પ્રદાન કરે છે. આ ઉપરાંત IMD આગાહી મોડેલોના કૌશલ્યને સુધારવા માટે પણ સતત કાર્ય કરવામાં આવી રહ્યું છે. વર્તમાન વ્યૂહરચના નવી વિકસિત મલ્ટી-મોડેલ એન્સેમ્બલ (MME) આધારિત આગાહી પ્રણાલી પર આધારિત હોય છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વધતી ગરમી, દરિયાકાંઠે ભેજનું પ્રમાણ વધ્યું
આ પણ વાંચો: દિલ્હી-યુપીમાં ગરમીનો પ્રકોપ, બિહારમાં વરસાદની ચેતવણી, જાણો હવામાન અપડેટ
આ પણ વાંચો: હવામાન વિભાગઃ રાજ્યમાં ગરમીનો પારો વધશે, ગરમી સહન કરવા રહેજો તૈયાર
