Ahmedabad News/ અમદાવાદમાં પુત્રની બર્બરતા! પોલીસની હાજરીમાં નિવૃત્ત ASI પિતાના માથામાં બ્લોક માર્યો

Chandkheda Son Attack: અમદાવાદના ચાંદખેડામાં પારિવારિક ઝઘડામાં પુત્રએ નિવૃત્ત ASI પિતા પર સ્ટમ્પ અને બ્લોકથી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.

Top Stories Ahmedabad Gujarat
Chandkheda Son Attack: અમદાવાદના ચાંદખેડામાં પુત્રનો નિવૃત્ત ASI પિતા પર હુમલો

Ahmedabad News: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પારિવારિક વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. વ્રજ ટેનામેન્ટમાં રહેતા નિવૃત્ત ASI ગણપત પરમાર પર તેમના પુત્ર કૌશલ પરમારે હુમલો (Chandkheda Son Attack) કર્યો હતો. આરોપ છે કે કૌશલે પહેલાં પિતા પર સ્ટમ્પ વડે હુમલો કર્યો અને ત્યારબાદ પોલીસની હાજરીમાં જ તેમના માથામાં બ્લોક મારી દીધો હતો. આ દરમિયાન પરિવારના અન્ય સભ્યો પણ હુમલાનો ભોગ બન્યા હતા. સમગ્ર મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Chandkheda Son Attack: પારિવારિક ઝઘડામાં પુત્રએ પિતા પર કર્યો હુમલો

મળતી માહિતી મુજબ, ગણપત પરમાર (Ganpat Parmar) વર્ષ 2020માં અમદાવાદ ગ્રામ્ય પોલીસમાંથી ASI તરીકે નિવૃત્ત (Retired ASI) થયા હતા. તેમના પુત્ર કૌશલ પરમાર (Kaushal Parmar) સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છે. કોઈ કામસર બહાર ગયેલા ગણપત પરમારને કૌશલે ફોન પર ગાળો આપી હતી. ત્યારબાદ તેઓ ઘરે પરત ફર્યા ત્યારે કૌશલે ઉશ્કેરાઈને તેમના પર સ્ટમ્પ વડે હુમલો કર્યો હતો.

પુત્રના હુમલાથી બચવા માટે પિતા ઘરની બહાર દોડી ગયા હતા. જોકે, કૌશલનો ગુસ્સો શાંત થયો નહોતો. તેણે પોતાની માતા અને બે બહેનો સાથે પણ મારામારી કરી હોવાનો આરોપ છે.

પોલીસની હાજરીમાં પિતાના માથામાં બ્લોક માર્યો

ઘરમાં થયેલી મારામારી અને બૂમાબૂમની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, પોલીસની હાજરીમાં પણ કૌશલ ઉશ્કેરાયેલો રહ્યો હતો. તેણે એક બ્લોક ઉઠાવીને નિવૃત્ત ASI પિતાના માથામાં મારી દીધો હતો. આ ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી.

ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

આ સમગ્ર મામલે ચાંદખેડા પોલીસે કૌશલ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પારિવારિક વિવાદમાં બનેલી આ ઘટનામાં પિતા ઉપરાંત માતા અને બે બહેનો પણ હુમલાનો ભોગ બન્યા હોવાની માહિતી સામે આવી છે.


આ પણ વાંચો: બ્રિટિશ પોલીસની બર્બરતા! હત્યારાના બદલે લોહીલુહાણ પીડિતને જ પહેરાવી હાથકડી

આ પણ વાંચો: જાણો CIA ઓફિસરની બર્બરતાની કહાની, રોજ રાત્રે એક મહિલાને ઘરે લાવતો અને…

આ પણ વાંચો: ગળું દબાવીને હત્યા, મૃતદેહના ટુકડા કરી નાખ્યા; મિક્સરમાં પીસ્યો… પતિએ આ મોડલ સાથે બર્બરતાની હદ કેમ વટાવી?