World News/ બ્રિટિશ પોલીસની બર્બરતા! હત્યારાના બદલે લોહીલુહાણ પીડિતને જ પહેરાવી હાથકડી

Britainના સાઉધમ્પ્ટનમાં 18 વર્ષીય વિદ્યાર્થી હેનરી નોવાકની હત્યાના કેસમાં ભારતીય મૂળના શીખ યુવક વિક્રમ દિગ્વાને 21 વર્ષની જેલની સજા થઈ છે. આ ભયાનક ઘટના અને પોલીસની બેદરકારી પર વાંચો સંપૂર્ણ અહેવાલ.

international Top Stories World
Britain

UK Student Murder Case 2026: બ્રિટનના (Britain)સાઉધમ્પ્ટનમાં 6 મહિના પહેલાં થયેલી 18 વર્ષના નિર્દોષ બ્રિટિશ-પોલિશ વિદ્યાર્થી હેનરી નોવાકની ભયાનક હત્યાના કેસમાં સત્ય સામે આવતાં જ સમગ્ર યુનાઇટેડ કિંગડમ (UK) હચમચી ઊઠ્યું છે. આ હાઇ-પ્રોફાઇલ કેસમાં પોલીસની પક્ષપાતી અને અમાનવીય ભૂમિકા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ભારતીય મૂળના 23 વર્ષીય શીખ યુવાને હેનરી પર ક્રૂર હુમલો કર્યા બાદ ‘જાતિવાદ’ (Racism) નું જૂઠું બહાનું ધરીને પોલીસને ગેરમાર્ગે દોરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સમગ્ર બ્રિટનમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને શીખો દ્વારા સાથે રાખવામાં આવતી ‘કિરપાણ’ પર પ્રતિબંધ મૂકવાની માંગ પ્રચંડ બની છે.

3 ડિસેમ્બરની એ ભયાનક રાત

સાઉધમ્પ્ટન યુનિવર્સિટીમાં એકાઉન્ટન્સીનો અભ્યાસ કરતો હેનરી નોવાક 3 ડિસેમ્બરની રાત્રે આશરે 11:30 વાગ્યે બેલમોન્ટ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. રસ્તામાં તેનો સામનો વિક્રમ દિગ્વા નામના શીખ યુવક સાથે થયો. હેનરીએ રમત-રમતમાં પોતાના ફોનથી વિક્રમનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું અને ‘હેલો કાર’ કહીને ગીત ગણગણવા લાગ્યો. વીડિયોમાં વિક્રમ ‘આઇ એમ અ બેડ મેન’ (હું ખરાબ માણસ છું) બોલીને ત્યાંથી જતો દેખાય છે. પરંતુ આ સામાન્ય વાત પર ગુસ્સે ભરાયેલા વિક્રમે થોડી જ વારમાં હેનરી પર 21 સેમી (8 ઇંચ) લાંબા મોટા ખંજર વડે તૂટી પડીને 5 ઘા ઝીંકી દીધા, જેમાં એક ઘા હૃદયમાં વાગતાં તે જીવલેણ સાબિત થયો.

હત્યારાનું નાટક અને પોલીસની મોટી બેદરકારી

વિક્રમનું જૂઠું નાટક: હત્યા કર્યા બાદ વિક્રમ અને તેના પરિવારે પોલીસ સમક્ષ એવું નાટક કર્યું કે હેનરીએ તેના પર વંશીય (જાતિવાદી) ટિપ્પણી કરી હુમલો કર્યો હતો અને પોતે માત્ર સ્વ-બચાવ કર્યો છે.

પોલીસનું ક્રૂર વર્તન: ઘટનાસ્થળે પહોંચેલી બ્રિટિશ(Britain) પોલીસે સાચા હત્યારા વિક્રમને હાથકડી પણ ન પહેરાવી, પરંતુ લોહીલુહાણ હાલતમાં તરફડતા હેનરીને જ હુમલાખોર માની લીધો. હેનરી સતત વિનંતી કરતો રહ્યો કે, “મને છરી મારી છે, હું શ્વાસ નથી લઈ શકતો”, છતાં પોલીસે તેની એક ન સાંભળી અને તેને જમીન પર ઢસડીને પીઠ પાછળ હાથકડી પહેરાવી દીધી. સમયસર સારવાર ન મળવાને કારણે હેનરીએ ત્યાં જ દમ તોડી દીધો.

કોર્ટનો ચુકાદો અને સમગ્ર પરિવાર દોષિત

વિક્રમે કોર્ટમાં પણ પોતાને બચાવવા જાતિવાદનું કાર્ડ રમ્યું, પરંતુ હેનરીના મોબાઈલમાંથી મળેલા અસલી ફૂટેજે વિક્રમના બધા જૂઠાણાં પકડી પાડ્યા. 28 મે 2026 ના રોજ જ્યુરીએ વિક્રમ દિગ્વાને મર્ડર કેસમાં દોષિત જાહેર કરી 21 વર્ષની(Britain) સખત જેલની સજા ફટકારી છે. આ ગુનામાં સાથ આપવા બદલ વિક્રમની માતા કિરણ કૌર (જેણે હુમલાનું ખંજર છુપાવ્યું હતું), પિતા મોગા સિંહ અને ભાઈ ગુરપ્રીત સિંહને પણ કોર્ટે દોષિત ઠેરવ્યા છે, જેમને ટૂંક સમયમાં સજા સંભળાવાશે.

Britain પોલીસની નીતિ અને જનઆક્રોશ

આ કેસથી બ્રિટિશ(Britain) પોલીસની વિવાદાસ્પદ ‘Anti-Racism Commitments’ પોલિસી પર ગંભીર સવાલો ઉઠ્યા છે. પોલીસ જાતિવાદના આરોપોથી એટલી ડરી ગઈ હતી કે લઘુમતી સમુદાયના હુમલાખોરની વાત સાચી માનીને ગોરા યુવકને જ ગુનેગાર ગણી લીધો. 2 જૂન 2026 ના રોજ હેમ્પશાયર પોલીસે જ્યારે આ ઘટનાના સીસીટીવી (CCTV)ફૂટેજ જાહેર કર્યા, ત્યારે સાઉધમ્પ્ટનમાં હિંસક વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. હાલમાં આ કેસમાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ સ્વતંત્ર તપાસ શરૂ કરવામાં આવી છે.


આ પણ વાંચો :કુવૈત એરપોર્ટના પેસેન્જર ટર્મિનલ પર બ્લાસ્ટ, એક ભારતીય નાગરિકનું કરુણ મોત, ફ્લાઇટ્સ બંધ કરાઈ

આ પણ વાંચો :જાપાનમાં પરવાનગી વગર મસ્જિદ બનાવવા પર ભડકી સરકાર, ગમે ત્યારે ચાલશે બુલડોઝર

આ પણ વાંચો : ભારત, ચીન અને જાપાનથી આવતા સામાન પર અમેરિકા વધારશે ટેરિફ, USએ આપ્યા સંકેત