વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ઉત્તર કોરિયાની નિંદા કરતાં પાકિસ્તાન પર નિશાન સાંધ્યું છે. ઉત્તર કોરિયાએ તાજેતરમાં કેટલાંય મિસાઇલ પરીક્ષણ કર્યા, તેનાથી કોરિયન પ્રાયદ્વીપમાં તણાવ વધી ગયો છે. એવામાં ન્યયૂોર્કમાં યુએન બેઠકમાં ભાગ લેવા પહોંચેલા સુષ્મા સ્વરાજે ઉત્તર કોરિયાની સખત નિંદા કરી છે.આ દરમ્યાન સુષ્માએ પાકિસ્તાનનું નામ લીધા વગર ચોક્કસ કહ્યું કે, ઉત્તર કોરિયાના પ્રલિફરેશન લિંકેજની તપાસ થવી જોઇએ. અમેરિકા અને જાપાનના વિદેશ મંત્રીઓની સાથે વાતચીત દરમ્યાન ઉત્તર કોરિયાની ઉશ્કેરણીજનક કાર્યવાહીની જોરદાર આલોચના કરી.ઘણા સમયથી એમ માનવામાં આવે છે કે, પાકિસ્તાને જ ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમને ફૂલ્યો-ફાલ્યો થવામાં મદદ કરી છે. કેટલાંક તો તેને સાબિત કરવાનો દાવો પણ કરે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, વિદેશ મંત્રીએ ઉત્તર કોરિયાના હાલના પગલાંની નિંદા કરી અને કહ્યું કે તેમના પ્રલિફરેશન લિંકેજની તપાસ થવી જોઇએ અને જે તેમાં સામેલ છે તેને જવાબદાર ગણાવવા જોઇએ
Not Set/
ન્યયૂોર્કમાં યુએન બેઠકમાં સુષ્મા સ્વરાજે પાકિસ્તાનને લીધુ આડે હાથ
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ઉત્તર કોરિયાની નિંદા કરતાં પાકિસ્તાન પર નિશાન સાંધ્યું છે. ઉત્તર કોરિયાએ તાજેતરમાં કેટલાંય મિસાઇલ પરીક્ષણ કર્યા, તેનાથી કોરિયન પ્રાયદ્વીપમાં તણાવ વધી ગયો છે. એવામાં ન્યયૂોર્કમાં યુએન બેઠકમાં ભાગ લેવા પહોંચેલા સુષ્મા સ્વરાજે ઉત્તર કોરિયાની સખત નિંદા કરી છે.આ દરમ્યાન સુષ્માએ પાકિસ્તાનનું નામ લીધા વગર ચોક્કસ કહ્યું કે, ઉત્તર કોરિયાના પ્રલિફરેશન લિંકેજની […]
