મ્યાનમારના રોહિંગ્યા મુસ્લિમોના પલાયન મુદ્દે વિશ્વભરમાં થઇ રહેલી નિંદા વચ્ચે મ્યાનમારના સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂકીએ મંગળવારે પહેલીવાર કોઈ પ્રતિક્રિયા છે. આ મુદ્દે સૂકીએ જણાવ્યું, “રોહિંગ્યા મુસ્લિમ આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ છે. રોહિંગ્યા લોકોએ મ્યાનમારમાં હુમલાઓ કરાવ્યાં. રખાઇન વિસ્તારમાં માત્ર મુસ્લિમો જ નથી રહેતાં. ત્યાં બૌદ્ધ લોકો પર હુમલાઓ કરવામાં આવ્યાં છે. અમારા સુરક્ષા જવાનો કોઈપણ પરિસ્થિતિમાં આતંકી ખતરાઓ સામે લડી લેવા માટે સક્ષમ છે.”

આ અંગે વધુમાં જણાવતા સૂકીએ કહ્યું, “આંતરરાષ્ટ્રીય જૂથની નિંદાઓથી અમે ડરવાના નથી. હું યાદ અપાવવા માંગું છું કે અમારી સરકાર માત્ર 18 મહિનાથી સત્તામાં છે. અમે શાંતિના પ્રયાસો કરી રહ્યાં છીએ. અમે માનવાધિકારના ઉલ્લંઘનની નિંદા કરીએ છીએ. તેમજ શાંતિ સ્થાપવા માટે અમે શક્ય તેટલાં ઝડપથી પગલાંઓ ઉઠાવીશું. પરંતુ આતંકી પ્રવૃત્તિઓ સામે અમે કડક પગલાંઓ જ ઉઠાવીશું.”
