New Delhi/ પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવ પર નિર્મલા સીતારમણે કહ્યુ- તેલનાં ભાવ પર સરકારનું નથી નિયંત્રણ

આજે (20 ફેબ્રુઆરી) દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે એક મોટું નિવેદન આપ્યું છે.

India
PICTURE 4 293 પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવ પર નિર્મલા સીતારમણે કહ્યુ- તેલનાં ભાવ પર સરકારનું નથી નિયંત્રણ

આજે (20 ફેબ્રુઆરી) દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે એક મોટું નિવેદન આપ્યું છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવ અંગે બોલતા નિર્મલા સીતારામણે આને ગંભીર અને સૌથી જરૂરી મુદ્દો ગણાવ્યો છે.

Political / પ્રિયંકાનો સરકારને કટાક્ષ, કહ્યુ-હવે આ દિવસોનું નામ ‘અચ્છે દિન’ રાખવું જોઇએ…

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આ અંગે ચર્ચા કરવી જોઈએ જેથી ગ્રાહકોને યોગ્ય સ્તરે છૂટક બળતણ મળી રહે. નોંધપાત્ર વાત એ છે કે ઘણા શહેરોમાં ઈંધણનાં ભાવ 100 આંકને પાર કરી ગયા છે, જેના કારણે કેન્દ્ર સરકારને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણનું પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અંગે મોટું નિવેદન બહાર આવી રહ્યું છે. તેમણે કહ્યું, “આ સૌથી જરૂરી મુદ્દો છે અને કિંમતોમાં ઘટાડા સિવાય કોઈ જવાબ લોકોને સંતોષ આપી શકશે નહીં. કેન્દ્ર અને રાજ્ય બંનેએ ગ્રાહકો માટે રિટેલ ઇંધણનાં ભાવને વ્યાજબી સ્તરે લાવવા વાત કરવી જોઈએ.” ચેન્નાઇમાં નાણાં પ્રધાને કહ્યું કે, OPEC દેશોએ જે ઉત્પાદન અંદાજ લગાવ્યો હતો તે પણ નીચે આવે તેવી સંભાવના છે જે ફરીથી ચિંતા ઉભી કરી રહ્યુ છે. તેલનાં ભાવ પર સરકારનું નિયંત્રણ નથી. તેને ટેકનોલોજીની દ્રષ્ટિએ મુક્ત કરવામાં આવેલ છે તેલ કંપનીઓ ક્રૂડ તેલની આયાત કરે છે, રિફાઇન કરે છે અને વેચાણ કરે છે.

ભાવ વધારો: પેટ્રોલ-ડીઝલ બાદ હવે અદાણીએ CNG અને PNGના ભાવમાં કર્યો આટલો વધારો

જણાવી દઈએ કે, આજે પણ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં કોઈ રાહત નથી. આજે ઓઇલનાં ભાવમાં સતત 12 માં દિવસે વધારો થયો છે. શનિવારે દિલ્હીમાં પેટ્રોલ 39 પૈસા પ્રતિ લિટર ચઢીને 90.58 રૂપિયા પર પહોંચી ગયો છે. ડીઝલ પણ 37 પૈસા વધીને 80.97 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. રાજસ્થાનનાં શ્રીગંગાનગરમાં પેટ્રોલ 101.22 પર નોટઆઉટ છે જ્યારે મધ્યપ્રદેશનાં ભોપાલમાં પ્રથમ સદીથી માત્ર 40 પૈસા દૂર છે. જો કે અનૂપપુર જિલ્લામાં સામાન્ય પેટ્રોલની કિંમત પહેલાથી જ 100 રૂપિયાને પાર કરી ગઈ છે. આજે અહીં 100.98 લિટર વેચાઇ રહ્યુ છે.

Election: કોરોના દર્દીઓનાં મતદાન મુદ્દે આવ્યા મહત્વનાં સમાચાર

પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. જો કેન્દ્ર સરકારની એક્સાઈઝ ડ્યુટી અને રાજ્ય સરકારોનાં વેટ દૂર કરવામાં આવે તો ડીઝલ અને પેટ્રોલનો દર આશરે 27 રૂપિયા પ્રતિ લીટર થઈ જશે, પરંતુ કેન્દ્ર કે રાજ્ય સરકાર બંને કોઈપણ કિંમતે ટેક્સ પાછો ખેંચી શકતી નથી. કારણ કે આવકનો મોટો હિસ્સો અહીંથી આવે છે. આ નાણાંથી દેશનો વિકાસ થતો હોય છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ