નવી દિલ્હી/ દારૂ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની પૂછપરછનો વારો, CBIએ 16 એપ્રિલે બોલાવ્યા

CBI એ અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યા છે. CBIએ કેજરીવાલને 16 એપ્રિલે સવારે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યા છે. CBI ના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ દારૂ કૌભાંડમાં કેટલાક પુરાવા એકત્ર કર્યા બાદ અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે.

Top Stories India
CBIએ

CBI દારૂ કૌભાંડ મામલે આમ આદમી પાર્ટીના સૌથી મોટા નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરવા જઈ રહી છે. આ માટે તારીખ નક્કી કરવામાં આવી છે. CBIએ દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને 16 એપ્રિલે એક્સાઈઝ પોલિસી મામલે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે.

CBI એ 16 એપ્રિલે બોલાવ્યા

CBIએ અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યા છે. CBIએ કેજરીવાલને 16 એપ્રિલે સવારે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યા છે. CBI ના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ દારૂ કૌભાંડમાં કેટલાક પુરાવા એકત્ર કર્યા બાદ અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે 16 એપ્રિલે સવારે 11 વાગ્યે દિલ્હીમાં CBI હેડક્વાર્ટર પહોંચવું પડશે. આપને જણાવી દઈએ કે કથિત દારૂ કૌભાંડ મામલે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની પણ ધરપકડ કરવામાં આવી છે. સિસોદિયા હાલ તિહાર જેલમાં બંધ છે. હવે CBIએ અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે.

કેજરીવાલ પર આરોપો?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સીએમ કેજરીવાલ પર દારૂ કૌભાંડમાં સામેલ આરોપીઓ સાથે વાત કરવાનો આરોપ છે. આ સાથે કેજરીવાલ પર દારૂના વેપારીઓને દિલ્હી આવીને બિઝનેસ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો પણ આરોપ છે. સીબીઆઈનું કહેવું છે કે કેજરીવાલને લઈને ઘણા પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. CBI હવે 16 એપ્રિલે કેજરીવાલની પૂછપરછ કરવા જઈ રહી છે.

આ પણ વાંચો:ટ્રાફિક સંચાલનઃ સુરત પોલીસના હકારાત્મક અભિગમથી લોકોમાં સાનંદાશ્ચર્ય

આ પણ વાંચો:જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલા પરીક્ષાર્થીઓને નડ્યો અકસ્માત

આ પણ વાંચો:સુરતમાંથી ઝડપાયું સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ, બે લોકોની કરાઈ અટકાયત

આ પણ વાંચો:ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગો અને આનુષાન્ગિક ઉદ્યોગોની E- ડિરેક્ટરીનું મુખ્યમંત્રીશ્રીએ કર્યું લોન્ચિંગ

આ પણ વાંચો:હિંદુવાદી નેતા કાજલ હિન્દુસ્તાનીની પોલીસે કરી ધરપકડ, જાણો શુ લાગ્યો આરોપ