Not Set/ કોરોનાની ઝપટમાં આવ્યુ પ્રીમિયર લીગ, 103 ખેલાડીઓ સહિત સપોર્ટ સ્ટાફ કોરોના સંક્રમિત

યુનાઇટેડ કિંગડમ (યુકે)માં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના વાયરસનાં સંક્રમણનાં કેસમાં થયેલા વધારાની અસર પ્રખ્યાત ફૂટબોલ લીગ પ્રીમિયર લીગ પર પણ જોવા મળી રહી છે.

Top Stories Sports
Footbal Team Corona Positive
  • લંડનમાં ફૂટબોલ ટીમના ખેલાડીઓ કોરોનાગ્રસ્ત
  • પ્રીમિયર લીગના 103 ખેલાડી કોરોના સંક્રમિત
  • 20 થી 26 ડિસે. દરમિયાન ખેલાડીઓ થયા સંક્રમિત
  • ખેલાડીઓ સહિત સપોર્ટ સ્ટાફ પણ પોઝિટિવ
  • એક સપ્તાહમાં જ કોરોનાના કેસમાં વધારો

યુનાઇટેડ કિંગડમ (યુકે)માં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના વાયરસનાં સંક્રમણનાં કેસમાં થયેલા વધારાની અસર પ્રખ્યાત ફૂટબોલ લીગ પ્રીમિયર લીગ પર પણ જોવા મળી રહી છે. ડિસેમ્બર મહિનામાં કોરોનાને કારણે લીગની ઘણી મેચો સ્થગિત કરવામાં આવી છે અને હવે માહિતી સામે આવી છે કે છેલ્લા એક સપ્તાહમાં લીગ સાથે સંકળાયેલા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફમાં કોરોના સંક્રમણનાં 103 કેસ સામે આવ્યા છે, જે ઓગસ્ટ પછી સૌથી વધુ છે.

આ પણ વાંચો – Covid-19 / નવા વર્ષની શરૂઆત પહેલા કોરોનાએ ઉચક્યું માથુ, વિશ્વમાં ઝડપથી વધી રહ્યા છે કેસ

ઈંગ્લેન્ડની વિશ્વ પ્રસિદ્ધ પ્રીમિયર લીગે સોમવારે 27 ડિસેમ્બરનાં રોજ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, 20 ડિસેમ્બરથી 26 ડિસેમ્બરની વચ્ચે ટૂર્નામેન્ટ સાથે સંકળાયેલી તમામ ક્લબનાં ખેલાડીઓ અને સહાયક સ્ટાફ પર 15186 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 103 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ વર્ષે ઓગસ્ટમાં લીગની નવી સીઝન શરૂ થઈ ત્યારથી, પ્રીમિયર લીગ દર અઠવાડિયે કોરોના ટેસ્ટ કરાવી રહી છે, જેમાં પ્રથમ વખત એક સપ્તાહમાં આટલા કેસ નોંધાયા છે. યુકેમાં કોરોનાનાં ઓમિક્રોન વેરિઅન્ટને કારણે કેસોમાં ઉછાળો આવ્યો છે અને તેને ધ્યાનમાં રાખીને પ્રીમિયર લીગે તેના ઇમરજન્સીનાં પગલાને ફરીથી લાગુ કરવાનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત રોજ ખેલાડીઓ અને સ્ટાફનાં લેટરલ ફ્લો ટેસ્ટ અને અઠવાડિયામાં બે વાર RT-PCR ટેસ્ટ કરવામાં આવશે.

આ પણ વાંચો – India vs SA / રિષભ પંતે ‘ગુરુ’ ધોનીને પાછળ છોડ્યા પાછળ, સેન્ચુરિયન ટેસ્ટમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો

ડિસેમ્બર મહિનામાં જ, લિવરપૂલ, માન્ચેસ્ટર યુનાઇટેડ, ચેલ્સી, ટોટનહામ હોટસ્પર સહિત લીગની તમામ મોટી અને નાની ક્લબોમાં કોવિડનાં કેસ નોંધાયા છે, જેના કારણે ઘણી મેચો સ્થગિત કરવામાં આવી છે અને ઘણી હજુ પણ સ્થગિત કરવામાં આવી રહી છે. જો કે, આ હોવા છતાં, ચાહકોને સ્ટેડિયમમાં આવતા અટકાવવાની અથવા સીઝનને અધવચ્ચે અટકાવવાની શક્યતા ઓછી છે.