Holiday/ બેંકોમાં માર્ચની મજા..!  માર્ચ મહિનામાં 10 દિવસ રજા

બેંકોમાં માર્ચની મજા..!  માર્ચ મહિનામાં 10 દિવસ રજા

Top Stories Business
corona 29 બેંકોમાં માર્ચની મજા..!  માર્ચ મહિનામાં 10 દિવસ રજા

માર્ચ મહિના બેંક કર્મચારીઓને જ્યાં બખ્ખા પડી જવાના છે ત્યાં સામાન્ય માણસોની હાલાકી વધી શકે છે. કારણ કે આ મહિનામાં બેંકોંમાં ચાર કે પાંચ નહીં પરંતુ 10 જેટલી રજાઓ આવી રહી છે. જે આમ આદમીની મુશ્કેલી વધારી શકે છે.

  • સામાન્ય માણસને મુશ્કેલી તો બેંક કર્મીને બખ્ખા
  • માર્ચમાં ચાર રવિવાર, બે શનિવાર અને બે તહેવારની રજા
  • 15 અને 16મી માર્ચે બેંક કર્મીઓની રાષ્ટ્રવ્યાપી હડતાળ

માર્ચ મહિના આમો તો બેંક કર્મચારી અથવા એકાઉન્ટ સાથે જોડાયેલી વ્યક્તિ માટે હંમેશા આકરો હોય છે. પરંતુ આ વખતે માર્ચ કામની સાથે આરામમાં પણ રાહત આપશે. કારણ કે બેંક કર્મીઓને આ વખતે દર મહિના મળતી છ રજા ઉપરાંત બીજી ચાર રજાઓ પણ મળવાની છે. માર્ચ મહિનામાં 10 દિવસ બેંક બંધ રહેશે કારણે કે મહિનામાં 11 તારીખે મહાશિવરાત્રી અને 29 માર્ચે ધૂળેટીને પગલે બેંક બંધ રહેશે. આ ઉપરાંત મહિનામાં કુલ 4 રવિવારની સાથે  13 અને 27 તારીખે ચોથો શનિવાર હોવાને લીધે બેંક બંધ રહેશે. તો બીજીતરફ 15 અને 16 તારીખે રાષ્ટ્રવ્યાપી હડતાળમાં પણ બેંક કર્મચારી જોડાશે.

Vaccine / ખુશ ખબર : દેશમાં વધુ એક રસી ક્લિનિકલ ટ્રાયલમાં પાસ, ભારત બાયોટેક એ જાહેર કર્યા પરિણામ

  • ખાનગીકરણ વિરુદ્ધ બેંક કર્મચારીઓની રાષ્ટ્રવ્યાપી હડતાળ
  • 15 અને 16મી માર્ચે બેંક કર્મચારીઓ રાખશે હડતાળ
  • હડતાલને કારણે સતત 4 દિવસ બેંક બંધ

15 અને 16 માર્ચે રાષ્ટ્રવ્યાપી હડતાલ રહેશે. આ હડતાલ સાર્વજનિક વિસ્તારની બેંકનાં ખાનગીકરણ વિરુદ્ધ કરવામાં આવી રહી છે. ખાનગીકરણમાં બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનું નામ સામેલ છે.  હડતાલને લીધે સતત 4 દિવસ બેંક બંધ રહેશે. કારણ કે, 13 માર્ચે મહિનાનો બીજો શનિવાર છે અને બેંકની રજા રહેશે. 14 માર્ચે રવિવારને લીધે બેંક બંધ રહેશે. જો હડતાલ થશે તો 13 માર્ચથી 16 માર્ચ સુધી બેંકનું કામકાજ ઠપ રહેશે.

Budget / બજેટમાં મોંઘવારીને કાબુમાં લાવી શકાય તેવી કોઈપણ વ્યૂહ રચના નથી

કઇ તારીખે બેંકો રહેશે બંધ ?

તારીખ                બંધ રહેવાનું કારણ

7 માર્ચ                   રવિવાર

11 માર્ચ                 મહાશિવરાત્રી

13  માર્ચ                બીજો શનિવાર

14 માર્ચ                 રવિવાર

15 માર્ચ                 હડતાલ

16 માર્ચ                 હડતાલ

21 માર્ચ                 રવિવાર

27  માર્ચ                ચોથો શનિવાર

28 માર્ચ                 રવિવાર

29 માર્ચ                 ધૂળેટી એ બેંકો બંધ રહેશે. જેથી સામાન્ય માણસને હાલાકીનો સામનો કરવો પડી શકે છે.