Not Set/ શરદી-ઉધરસ મટાડવા રાત્રે સુતા પહેલા ગરમ પાણીમાં આ ચીજ ભેળવીને પીઓ

સામાન્ય અને સતત રહેતી શરદી – ઉધરસ ના ઘરગથ્થું ઉપચાર બદલાતી ઋતુ સાથે મોટા ભાગ ના લોકો માં શરદી ઉધરસ ની તકલીફો સામાન્ય રીતે જોવા મળતી હોય છે. ઘણી વખત આ શરદી ની સાથે એલર્જી ની સમસ્યા, નાક માંથી સતત પાણી વહેવું, તાવ, ગળા માં ખારાશ નો અનુભવ, છીકો આવવી, સૂકી ખાંસી તથા ખાંસી માં […]

Health & Fitness Lifestyle
EP 21 Cough Cold શરદી-ઉધરસ મટાડવા રાત્રે સુતા પહેલા ગરમ પાણીમાં આ ચીજ ભેળવીને પીઓ

સામાન્ય અને સતત રહેતી શરદી – ઉધરસ ના ઘરગથ્થું ઉપચાર

બદલાતી ઋતુ સાથે મોટા ભાગ ના લોકો માં શરદી ઉધરસ ની તકલીફો સામાન્ય રીતે જોવા મળતી હોય છે. ઘણી વખત આ શરદી ની સાથે એલર્જી ની સમસ્યા, નાક માંથી સતત પાણી વહેવું, તાવ, ગળા માં ખારાશ નો અનુભવ, છીકો આવવી, સૂકી ખાંસી તથા ખાંસી માં કફ આવવો , શરીર તૂટવું, વગેરે તકલીફો પણ જણાય છે.

– આ બધી જ તકલીફો માટે ઋતુ નું અચાનક બદલાવવું, સ્વાસ્થ્ય તરફ ની બેદરકારી તથા ઓછી રોગ પ્રતિકારક શક્તિ જવાબદાર છે.

-આ શરદી ઉધરસ ની તકલીફો વાત, પિત્ત અને કફ દોષો ની અસમાનતા ના કારણે પણ પરિણામે છે.

-જો આ શરદી ઉધરસ વાત દોષ ના પ્રકોપ ના લીધે હોય તો વ્યક્તિ ને છાતીના વચ્ચેના ભાગમાં ઝીણો દુખાવો, મોઢું સુકાવું, અશક્તિ લાગવી વગેરે જેવા લક્ષણો જણાય છે.

-પિત્ત દોષ ના લીધે પરિણમતી શરદી ની તકલીફ માં વ્યક્તિ ને છાતી ના વચ્ચે ના ભાગ માં બળતરા થવા, તાવ આવવો, પીળા રંગ ની ઊલટીઓ થવી, વગેરે લક્ષણો જણાય છે.

-કફ દોષ નુ પ્રમાણ શરીર માં જ્યારે વધી જાય ત્યારે ઉધરસ માં કફ આવવો, માથા નો દુખાવો, ગાળામાં ખંજવાળ આવવી, વગેરે લક્ષણો જણાય છે.

આહાર માં તથા અન્ય ઘરગથ્થુ સૂચિત ફેરફારો:
વ્યક્તિ શરદી તથા ઉધરસ થી પીડાતી હોય ત્યારે

૧. ડુંગળી નો રસ, આદુ નો રસ, લીંબુ નો રસ, મધ વગેરે ને એક સરખા ભાગે લઈ તેનું મિશ્રણ દિવસ માં ત્રણ વખત લઈ શકાય છે.

૨. હુફાળા પાણી માં તુલસી, આદુ, હળદર તથા મીઠું ઉમેરીને લેવું જોઈએ.

૩. અરડૂસીનો રસ શરદી ઉધરસની તકલીફ માં રાહત આપે છે.

૪. સવારે ગંઠોડા અને મધ નું સેવન તથા આદુ નો રસ અને મધ નું સેવન અસરકારક નીવડે છે.

૫. એક ચમચી મધ, ચપટીક તજ નો ભૂકો, આદુ ને હુંફાળા પાણીમાં લઈ શકાય છે.

૬. સૂતાં પહેલાં લીંબુનો રસ હુફાળા પાણીમાં ભેળવી ને લેવાથી પણ રાહત મળે છે.

૭. ઉધરસ માટે એક ચમચી મધ માં સાકાર, ચપટીક કાળા મરી નો ભૂકો, ઘી, મેળવી તેને સવારે અને સાજે ચાટી લેવા થી ઘણી જ રાહત મળે છે.

આ સમયે તળેલી વાનગીઓ, સફેદ ખાંડ, મીઠાઈઓ, આથા વાળી વાનગીઓ, કેળા, ઠંડા પીણા, વગેરે ચીજ વસ્તુઓ ન લેવી. બદલાતી ઋતુ પ્રમાણે આહાર અને જીવનશૈલી માં થોડાક ફેરફારો કરવાથી સ્વાસ્થ્ય જાળવી શકાય છે.

હેલ્થ એક્સપર્ટ
ડોક્ટર વાચિની

આ પણ વાંચો-  Health / બાજરી ખાઈને આ રીતે ઘટાડો વજન, જાણો આવા 8 ફાયદા
આ પણ વાંચો-  Health / ચપટી હળદરથી આ રીતે કરો ડાયાબીટીસથી લઈ સાંધાના દુખાવાનો ઈલાજ
આ પણ વાંચો-  Health / તુલસીના પાનથી આ રીતે કરો પથરીથી લઈ ડેન્ગ્યૂ સુધીના આટલો રોગોનો ઈલાજ

આ પણ વાંચો-  રોજ સવારે ખાલી પેટ 2 ચમચી મધમાં આ ચીજ ઉમેરી પીવાના ફાયદા
આ પણ વાંચો-   ઘરની બહાર નીકળતાં પહેલાં કરશો આ કામ, તો ચોક્કસપણે મળશે સફળતા
આ પણ વાંચો-  માસિક સમયે સ્ત્રીઓને ક્યાંય અડવાની મનાઈ કરવા પાછળ છે ફક્ત આ કારણ
આ પણ વાંચો-   રોજ સવારે ખાલી પેટ 2 ચમચી મધમાં આ ચીજ ઉમેરી પીવાના ફાયદા