Not Set/ શિયાળાની ઠંડી ભગાડી દાઢે વળગે તેવી વાનગી ‘સરસો દા શાગ’

ફૂડ લવર યુનિક ટેસ્ટ માટે અવનવી વાનગીઓ શોધતા રહે છે. તેમના માટે એક નવો અનુભવ રહેશે. આજે વાત કરીએ એક એવી વાનગીની કે જેનો સ્વાદ તમને અલગ દુનિયામાં લઈ જશે. 

Food Lifestyle
a 209 શિયાળાની ઠંડી ભગાડી દાઢે વળગે તેવી વાનગી ‘સરસો દા શાગ'

ફૂડ લવર યુનિક ટેસ્ટ માટે અવનવી વાનગીઓ શોધતા રહે છે. તેમના માટે એક નવો અનુભવ રહેશે. આજે વાત કરીએ એક એવી વાનગીની કે જેનો સ્વાદ તમને અલગ દુનિયામાં લઈ જશે. એટલું જ નહીં પંજાબી ડિશ ખાવાના શોખીનો હશે તેમને  સરસોં દા સાગ ખાવા માટે પોતાના શહેરની ફેમસ પંજાબી ઢાબા કે હોટલ પર જતા હોય છે. ગરમા ગરમ શાક અને મકાઇનો રોટલી શિયાળાની ઠંડી ઉડાડી દે છે. આમ પણ સરસવ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ હેલ્ધી છે. તો જાણી લો રીત અને ઘરે જ બનાવો ઢાબા જેવું ટેસ્ટી અને યમી સરસોં દા સાગ…

સામગ્રી:

1 જુડી સરસોની ભાજી

1 જુડી પાલકની ભાજી

1  મુઠી મેથીની ભાજી

1 મુઠી બાથુઆની ભાજી

1 મુઠી મૂળાના પાન

2 ચમચી દેસી ગાય નું ઘી

1 મોટી ડુંગળી ઝીણી સમારેલી

1 ચમચી આદુ મરચા ની પેસ્ટ,૧ચમચી સમારેલું લસણ

1/4 ચમચી હળદર,૧ ચમચી ભરી ને ધાણા પાઉડર

1/2 ચમચી કિચન કિંગ મસાલો

1 ચમચી મકાઈ નો લોટ (શાક માં નાખવા)

મીઠું સ્વાદાનુસાર

1/8 ચમચી બેકિંગ સોડા

બનાવવાની રીત:

સરસોને ગુજરાતીમાં સરસવની ભાજી કહેવામાં આવે છે.   એક મોટા વાસણ માં બધી ભાજી ડૂબે એટલું પાણી ઉકાળવું . હવે  તેમા 1/2 ચમચી મીઠું અને 1/8 ચમચી બેકિંગ સોડા નાખી બધી ભાજી નાખી 2 થી 3  મિનિટ બાફવી ત્યારબાદ પછી બધી ભાજી એક ચારણી માં કાઢી ઠંડી થવા દેવી. ત્યાર બાદ ભાજી ને મિક્સર માં નાખી પેસ્ટ બનાવવી.

એક કડાઈ માં 2 ચમચી દેસી ઘી ઉમેરી તેમાં હિંગ નાખી તેમાં ડુંગળી ને સાંતળી લો. 1 મિનિટ પછી તેમાં લસણ નાખી એને પણ 1 મિનિટ સાંતળી લો.ત્યારબાદ આદુ મરચા ની પેસ્ટ નાખી ને બરાબર હલાવો.

સરસો નું સાગ સાથે મકાઈ ના રોટલા(Sarso nu sag and makai roti recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બધું બરાબર ચડી જાય એટલે તેમાં હળદર ઉમેરી ભાજી ની પેસ્ટ નાખી દો.તેમાં ધાણા પાઉડર અને કિચન કિંગ મસાલો ઉમેરી હલાવો. તેને ધીમા તાપે હલાવતા રહો. જ્યાં સુધી તેમાંથી ઘી ના છૂટી જાય.

લો તૈયાર છે શાક. તેને ગરમા ગરમ મકાઈ ના રોટલા,સફેદ માખણ,સમારેલી ડુંગળી,લીલા મરચા,અને પંજાબી અથાણાં સાથે ગરમ ગરમ પીરસવું…

એકની એક પંજાબી પનીરની સબ્જી ખાઈને કંટાળી ગયા છો તો આજે જ ટ્રાય કરો સરસો નું શાક, મકકે ની રોટલી સાથે લીંબુનું અથાણું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…