Not Set/ જો તમને આ લક્ષણો દેખાય તો સમજી લેવું કે તમે ગર્ભવતી છો….

મહિલા માટે ગર્ભાવસ્થા એ સૌથી વધુ અદભૂત અને આનંદદાયક તબક્કો ગણવામાં આવે છે. દરેક સગર્ભા માતા તેમના ગર્ભાવસ્થા વિશે જાણવા માગતી હોય છે.

Health & Fitness Lifestyle
ગર્ભવતી

કોઈપણ મહિલા માટે ગર્ભાવસ્થા એ સૌથી વધુ અદભૂત અને આનંદદાયક તબક્કો ગણવામાં આવે છે. દરેક સગર્ભા માતા તેમના ગર્ભાવસ્થા વિશે જાણવા માગતી હોય છે.

ગર્ભાવસ્થાના સંકેતો
જો તમે તમારો પીરિયડ ચૂકી ગયા છો અને તમે મૂંઝવણમાં છો કે, તમે ગર્ભવતી છો કે નહીં, તો અહીં અમે તમને આવા જ કેટલાક લક્ષણો જણાવી રહ્યા છીએ, જે પુષ્ટિ કરશે કે તમે ગર્ભવતી છો કે નહીં.

આ પણ વાંચો: ગ્લોઈંગ સ્કિન માટે ચહેરા પર પીનટ સ્ક્રબ લગાવો, પૂછશે સારી સ્કિનનું રહસ્ય….

અનિયમીત પીરિયડ્સ
કેટલીકવાર હોર્મોનલ બદલાવને કારણે પણ પીરિયડ્સ અનિયમિત થઈ જાય છે.,ખાસ કરીને થાઈરોઈડ વધવાની સ્થિતિમાં પીરિયડ્સ અનિયમીત થઈ જાય છે

થાક
પીરિયડ્સ ચુકી જવાથી આપ થાક અનુભવવા લાગો તો સમજી લો કે આપ ગર્ભવતિ છો. ગર્ભાવસ્થા દરમિયાન, શરીરમાં અમુક હોર્મોન્સ ઝડપથી વધે છે, જેના કારણે વ્યક્તિ થાક અનુભવે છે.

 મૂડ ચેન્જ
ગર્ભાવસ્થા દરમિયાન વર્તન વ્યવહારમાં પણ ફેરફાર થાય છે. તે પણ હોર્મોનલ ફેરફારને કારણે થાય છે. જો તમે પીરિયડ્સ ચૂકી ગયા હોવ અને આ દિવસોમાં તમે મૂડ સ્વિંગ અનુભવો છો તો તમે ગર્ભવતી હોઈ શકે છે.

ઉલટી અને ચક્કર
ગર્ભાવસ્થાના શરૂઆતના દિવસોમાં ઉલ્ટી આવે છે. તે સ્વાભાવિક છે. કેટલીક સ્ત્રીઓને ચક્કર આવવાની પણ ફરિયાદ પણ રહે છે. જો તમારી સાથે આવું થઈ રહ્યું છે, તો તમે સમજી લો કે, તમે માતા બનવાના છો.

શારીરિક ફેરફાર
ગર્ભાવસ્થા સાથે, સ્ત્રીઓના શરીરમાં કેટલાક ફેરફારો થવા લાગે છે. જેમ કે સ્તનમાં દુઃખાવો અને તેમના આકારમાં ફેરફાર થવા લાગે છે.

વારંવાર પેશાબ લાગવો
ગર્ભાવસ્થા દરમિયાન વારંવાર પેશાબ લાગે છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે, તો તમે ગર્ભાવસ્થા પરિક્ષણ કરાવી શકો છો.

શરીરનું તાપમાન વધવું
શરીરના તાપમાનનું વધવું એ પણ તમારા ગર્ભવતી થવા તરફ ઈશારો કરે છે. બે અઠવાડીયાથી વધારે સમય સુધી રહે છે તો સમજી લો કે, તમે ગર્ભવતી થઈ ચૂક્યા છો.

આ પણ વાંચો:બ્લેક કોફી પીવાના ફાયદા, તમે પણ જાણો…

આ પણ વાંચો:પપૈયા ખાવાથી થાય છે ઘણા ફાયદા , જાણીલો તમે પણ….