શિયાળાની ઋતુમાં બજારમાં મેથી વધારે જોવા મળે છે. મેથીના પાનમાં આઇરન, કેલ્શિયમ, ફોસ્ફરસ તથા પ્રોટીન, વિટામિન K વધારે પ્રમાણમાં હોય છે. મેથી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક છે. આવો જાણીએ મેથીના લાભ.
મેથી પેટ માટે ખૂબ જ લાભ કારક હોય છે. જો પેટ સ્વસ્થ રહે તો આપણું આખુ શરીર સ્વસ્થ રહે છે. મેથીથી આપણું સૌંદર્ય પણ જળવાઇ રહે છે.
હાઇ બીપી, ડાયાબિટીસ, અપચો વગેરે બિમારીઓમાં મેથીના બીજનું સેવન લાભદાયી હોય છે.
મેથીના શાકમાં આદુ, ગરમ મસાલો નાંખવાથી નીચા રક્તચાપ, કબજિયાતમાં ફાયદો થાય છે.
સવાર-સાંજ મેથીનો રસ પીવાથી ડાયાબિટીસમાં લાભ થાય છે.
મેથીમાં રહેલા પાચક એન્ઝાઇમ અગ્નાશયને વધારે ક્રિયાશીલ બનાવે છે.
લીલી મેથી લોહીમાં શુગર ઘટાડી દે છે. આ કારણે ડાયાબિટીસના રોગીઓ માટે પણ લાભકારક છે.
દરરોજ એક ચમચી મેથી દાણાનો પાવડર પાણી સાથે ફાંકવાથી ડાયાબિટીસથી દૂર રહેશો.
જો મેથીના થોડા દાણા રોજ લેવામાં આવે તો માનસિક સક્રિયતા વધશે.