Not Set/ બાજરી ખાઈને આ રીતે ઘટાડો વજન, જાણો આવા 8 ફાયદા

બાજરો : દરેક પ્રકાર ના ધાન્યમાંથી બાજરાને સૌથી પૌષ્ટિક ધાન્ય માનવામાં આવે છે. બાજરામાં કેલ્શિયમ, વિટામિન્સ, મેંગેનિઝ, ફોસ્ફરસ, આર્યન, પ્રોટીન, ફાઈબર અને બીજા અનેક એવા જરૂરી તત્વો આવેલા હોય છે, જે શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. ૧. પાચનમાં મદદરૂપ: બાજરા માં ફાઈબર ભરપુર માત્રા માં હોય છે જે પાચન ક્રિયા ને યોગ્ય બનાવે છે. […]

Health & Fitness Lifestyle

બાજરો : દરેક પ્રકાર ના ધાન્યમાંથી બાજરાને સૌથી પૌષ્ટિક ધાન્ય માનવામાં આવે છે. બાજરામાં કેલ્શિયમ, વિટામિન્સ, મેંગેનિઝ, ફોસ્ફરસ, આર્યન, પ્રોટીન, ફાઈબર અને બીજા અનેક એવા જરૂરી તત્વો આવેલા હોય છે, જે શરીર માટે ખુબ જ ફાયદાકારક છે.

૧. પાચનમાં મદદરૂપ:
બાજરા માં ફાઈબર ભરપુર માત્રા માં હોય છે જે પાચન ક્રિયા ને યોગ્ય બનાવે છે. જે ને લીધે કબજિયાત, ગેસ, એસિડિટી વગેરે બીમારીઓ થી છુટકારો મળે છે.

૨. એનર્જીનો સ્ત્રોત :
બાજરો સ્વાસ્થય માટે ખુબજ ફાયદાકારક છે. તે એનર્જીનો સ્ત્રોત છે. બાજરા નું નિયમિત સેવન કરવાથી શરીર મજબૂત અને શક્તિશાળી બને છે.

૩. આર્યન અને કેલ્શિયમ થી ભરપુર :
બાજરા ની ખીચડી કે રોટલો ખાવાથી શરીર માં આર્યન અને કેલ્શિયમ ની ઉણપ દૂર થાય છે. ગર્ભવતી સ્ત્રીઓ માટે પણ બાજરો ખાવો ખુબજ ફાયદાકારક છે. તે સ્તનપાન સમયે પણ દૂધ ની માત્રા વધારવામાં મદદ કરે છે.

૪. વજનને ઓછું કરવામાં મદદરૂપ:
બાજરા માં રહેલો ટ્રીપ્ટોફાન નામ નો એસિડ , જેના થી પેટ ભરેલું લાગે છે, લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જેને લીધે વજન કંટ્રોલ કરવામાં મદદરુપ થાય છે.

તમારા સ્વસ્થ્યને સ્વસ્થ રાખવા શિયાળામાં બાજરી ખાવો

૫. હાડકાની મજબૂતી માટે:
બાજરો કેલ્શિયમ નો ભરપુર સ્ત્રોત છે. જે બાળકો અને વૃધ્ધો ને હાડકા ની મજબૂતી આપે છે. અને ઓસ્ટીઓપોરોસિસ નામ ના રોગ માં પણ સારવાર રુપ બની રહે છે.

૬. કોલેસ્ટરોલનું પ્રમાણ ઓછું કરે છે.
બાજરો કેલ્શિયમ અને મેગ્નેશિયમનો સ્ત્રોત છે. જે હૃદય ને તંદુરસ્ત રાખે છે, કોલેસ્ટરોલ નું પ્રમાણ ઘટાડે છે અને બ્લડ પ્રેશર ને નિયંત્રણ માં રાખે છે.

૭. ડાયાબીટીસ માટે ફાયદાકારક:
બાજરો લોહી માં શુગર ની માત્રા ને કંટ્રોલ માં રાખે છે. અને માટે જ ડાયાબિટીસ ના દર્દીઓ માટે ફાયદાકારક છે.

૮. ડિપ્રેશન અને અનિંદ્રા ની તકલીફો માં રાહત આપનાર :
બાજરા માં રહેલા પોષક તત્વો તણાવ, ડિપ્રેશન , અનિંદ્રા જેવી સમસ્યા ઓ ને દૂર કરે છે. ઉપરાંત તેમાં રહેલું મેગ્નેશિયમ માથા ના દુખાવા ની તકલીફ માં પણ રાહત આપે છે.

આ ઉપરાંત અસ્થમા , લોહીની ખામી, દમ, આર્થરાઇટિસ વગેરે ની તકલીફોમાં પણ બાજરાનું સેવન સ્વાસ્થ માટે ખુબ જ મદદગાર સાબિત થાય છે.

પૌષ્ટિક ધાન્ય એવા બાજરા ના સેવન થી વ્યક્તિ લાબુ અને નિરોગી જીવન જીવી શકે છે.

હેલ્થ એક્સપર્ટ
ડોક્ટર વાચિની

આ પણ વાંચો-  Health / ચપટી હળદરથી આ રીતે કરો ડાયાબીટીસથી લઈ સાંધાના દુખાવાનો ઈલાજ
આ પણ વાંચો-  રોજ સવારે ખાલી પેટ 2 ચમચી મધમાં આ ચીજ ઉમેરી પીવાના ફાયદા
આ પણ વાંચો-   ઘરની બહાર નીકળતાં પહેલાં કરશો આ કામ, તો ચોક્કસપણે મળશે સફળતા
આ પણ વાંચો-  માસિક સમયે સ્ત્રીઓને ક્યાંય અડવાની મનાઈ કરવા પાછળ છે ફક્ત આ કારણ
આ પણ વાંચો-   રોજ સવારે ખાલી પેટ 2 ચમચી મધમાં આ ચીજ ઉમેરી પીવાના ફાયદા

આ પણ વાંચો-  લીંબુના રસને ગરમ પાણીમાં ભેળવીને પીવો, મળશે આટલા અક્સિર ફાયદા!
આ પણ વાંચો-  ચરબીના જામેલા થર ઓગાળવા છે? જાણી લો તે માટેના ટેસ્ટી ફૂડ્સ

આ પણ વાંચો-  કબજિયાતને ભગાડો જડમૂળમાંથી, બસ રોજ 1 મિનિટ કરો આ કામ

આ પણ વાંચો-  વઘારેલી ખીચડીના વઘારમાં ભૂલ્યા વગર ઉમેરો આ ચીજ, સ્વાદ દાઢે વળગશે
આ પણ વાંચો-  Recipe: માર્કેટ જેવા જ ભાવનગરી ગાંઠિયા બનાવવામાં ઉમેરો આ ચીજ, વધી જશે સ્વાદ અને સોડમ
આ પણ વાંચો-  સંડાસ-બાથરૂમ ચમકાવો ફક્ત 5 મિનિટમાં, દરેક ડાઘા દૂર થશે ચપટી વગાડતાં
આ પણ વાંચો-  શાહી મસાલો ગણાતું ‘તમાલપત્ર’ આ રોગોનો અક્સિર ઈલાજ, ચમત્કારિક લાભાલાભ

આ પણ વાંચો-  બાંધીને ફ્રીજમાં મૂકેલા લોટનો વપરાશ કરો છો? તો જાણીને ધબકારા વધારશે આ વાત 
આ પણ વાંચો- તાંબાના પાત્રમાં પાણી પીવું આ રોગ માટેં અક્સિર! પણ ન કરશો આ ભૂલ
આ પણ વાંચો- પગની નસ ચડી જાય ત્યારે ચાટી જાવ આ ચીજ, તરત જ મળશે રાહત
આ પણ વાંચો- પેટમાં ગૅસ થવાના આ 5 કારણો છે, આજે જ બદલો આ આદત…