anti drone/ સરહદ પર પાકિસ્તાનની ગેમનો અંત! મોદી સરકારે રીતે કડક કરી દેશની સુરક્ષા

કાઉન્ટર ડ્રોન ટેક્નોલોજીને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં આ અઠવાડિયે એક મોટી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ પેરા મિલિટરી ફોર્સના વડાઓ હાજર…

Top Stories India
પાકિસ્તાનની ગેમનો અંત

પાકિસ્તાનની ગેમનો અંત: પાકિસ્તાન તરફથી સતત ડ્રોન દ્વારા ભારતીય સરહદમાં હથિયારો અને વિસ્ફોટકોની સપ્લાય કરવાના કાવતરાને નિષ્ફળ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકાર આ માટે મોટા પાયે આયોજન કરી રહી છે, જ્યાં એક તરફ પાકિસ્તાનને અડીને આવેલા કેટલાક વિસ્તારોમાં એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવવામાં આવી છે. બીજી તરફ સરકાર દેશની સરહદોને સુરક્ષિત કરવા કાઉન્ટર ડ્રોન ટેક્નોલોજી પર કામ કરી રહી છે.

કાઉન્ટર ડ્રોન ટેક્નોલોજી પર ઉચ્ચ સ્તરીય બેઠક

કાઉન્ટર ડ્રોન ટેક્નોલોજીને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં આ અઠવાડિયે એક મોટી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ પેરા મિલિટરી ફોર્સના વડાઓ હાજર રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પાકિસ્તાનથી આવતા ડ્રોન પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક દરમિયાન અર્ધલશ્કરી દળને આધુનિક બનાવવા માટે આધુનિક ટેક્નોલોજીની સાથે ભવિષ્યમાં ડ્રોનના વધતા ખતરાનો સામનો કેવી રીતે કરવો તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં NIA, BSF, NSG અને CISFના DG પણ હાજર હતા.

‘પોલીસ ટેક્નોલોજી મિશન’ પર યોજાયેલી બેઠકમાં મોટાભાગની કાઉન્ટર ડ્રોન ટેક્નોલોજી પર ચર્ચા કરવામાં આવી હતી. જો જોવામાં આવે તો છેલ્લા કેટલાક દિવસોમાં પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા પર મોટી સંખ્યામાં ડ્રોનની ગતિવિધિઓ જોવા મળી રહી છે. પાકિસ્તાનથી આવતા ડ્રોનની મદદથી હથિયારો અને વિસ્ફોટકો સતત ભારતીય સરહદ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. બુધવારે જમ્મુમાં ટિફિન આઈડી મોકલવાના પાકિસ્તાનના ષડયંત્રને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યું છે.

પાકિસ્તાન બોર્ડર પર તૈનાત બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ ગયા વર્ષે જૂનથી અત્યાર સુધીમાં 9 પાકિસ્તાની ડ્રોન દ્વારા ભારતીય વિસ્તારમાં ઘૂસવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. જ્યારે આ વર્ષે 30 એપ્રિલ સુધી સરહદ પર 53 ડ્રોન જોવા મળ્યા હોવાના અહેવાલ છે. તો વર્ષ 2020 માં કુલ 79 ડ્રોન જોવાના અહેવાલો ગૃહ મંત્રાલયને મોકલવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2021માં કુલ 109 ડ્રોનની ગતિવિધિ જોવા મળી હતી.

આ પણ વાંચો: CM કેજરીવાલનો આરોપ/ ‘PM પૂરી તાકાતથી AAPની પાછળ છે, પરંતુ ભગવાન અમારી સાથે છે’