Not Set/ અમદાવાદમાં પોલીસ દ્વારા માસ્ક વિતરણ

વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ-અમદાવાદ કોરોનાવાયરસ નો અજગર ભરડો ધીરે-ધીરે અમદાવાદ શહેરને પોતાના સકંજામાં લઇ રહ્યો છે. ત્યારે જનતાની સુખાકારી અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા એક ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવી હતી.જેમાં અમદાવાદના કાગડાપીઠ, નારોલ, મણીનગર અને ઇસનપુર સહિતના તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા જનતાને માસ્કનું વિતરણ કરવામાં આવતું હતું.પોલીસ દ્વારા ના માત્ર માસ નું વિતરણ […]

Ahmedabad Gujarat
WhatsApp Image 2021 03 21 at 8.47.47 PM અમદાવાદમાં પોલીસ દ્વારા માસ્ક વિતરણ

વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ-અમદાવાદ

કોરોનાવાયરસ નો અજગર ભરડો ધીરે-ધીરે અમદાવાદ શહેરને પોતાના સકંજામાં લઇ રહ્યો છે. ત્યારે જનતાની સુખાકારી અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા એક ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવી હતી.જેમાં અમદાવાદના કાગડાપીઠ, નારોલ, મણીનગર અને ઇસનપુર સહિતના તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા જનતાને માસ્કનું વિતરણ કરવામાં આવતું હતું.પોલીસ દ્વારા ના માત્ર માસ નું વિતરણ પરંતુ જનતાને પોતાના આરોગ્યની ચિંતા કરીને ફરજિયાત માસ્ક પહેરવું જોઈએ તેવું સમજાવવામાં પણ આવ્યું હતું.

WhatsApp Image 2021 03 21 at 8.47.47 PM 1 અમદાવાદમાં પોલીસ દ્વારા માસ્ક વિતરણ

માસ્ક વિનાના જનતા ને જોઈને દંડ ફટકારતી પોલીસ ને આજે જનતાની મદદ કરતી અને જાગૃતિ લાવતા જોઈ લોકોમાં ખુશી જોવા મળી હતી. તો બીજી તરફ માસ્ટર ફરતા લોકોને માસ્ક પહેરાવીને પોલીસે પણ એક અનોખો આનંદ અનુભવ્યો હતો.

અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ જો જનતા અને પોલીસ સાથે મળી અને સંકલન દ્વારા તમામ નિયમોનું પાલન કરશે તો આવનારા સમયમાં ચોક્કસથી કોરોનાવાયરસ ને માતા આપવામાં સંપૂર્ણ સફળતા મળશે તેવું જણાવ્યું હતું. એક વાત ચોક્કસ છે કે જો સરકારી ગાઈડલાઈનનું પાલન કરીને તમામ વ્યક્તિ બહાર નીકળે તો કોરોનાવાયરસ ને રાજ્ય અને દેશ માંથી નાબૂદ કરવામાં સફળતા મળી શકે.. જેના માટે જનતાને જાગૃત થઇને હાથ હાથ મિલાવી પોતાના અને પોતાના પરિવારના આરોગ્યની જાળવણી કરવાની જરૂર છે…