હોળાષ્ટક/ આ વર્ષે 28 માર્ચ સુધી હોળાષ્ટક, પ્રકૃતિ અને વાતાવરણમાં થશે ફેરફાર

ધર્મગ્રંથો અને લોક માન્યતાઓ પ્રમાણે હોળી પહેલાના 8 દિવસને હોળાષ્ટક કહેવાય છે

Dharma & Bhakti Navratri 2022
election 20 આ વર્ષે 28 માર્ચ સુધી હોળાષ્ટક, પ્રકૃતિ અને વાતાવરણમાં થશે ફેરફાર

ધર્મગ્રંથો અને લોક માન્યતાઓ પ્રમાણે હોળી પહેલાના 8 દિવસને હોળાષ્ટક કહેવાય છે. આ  દિવસોમાં કોઇપણ પ્રકારના શુભ કામ કરવામાં આવતા નથી. હોળાષ્ટકની પરંપરા પ્રકૃતિ અને  વાતાવરણના ફેરફાર સાથે જોડાયેલ છે. આ દરમિયાન કોઇ સારા કાર્યો કરવામાં આવતા નથી.  આજથી હોળાષ્ટકનો પ્રારંભ થયો છે અને 28 માર્ચ સુધી કોઇ સારા શુભકાર્યો નહીં કરવામાં આવે.

કુદરતી સાથે ધાર્મિક માન્યતાઓ પણ છે જોડાયેલી

ધર્મગ્રંથો અને લોક માન્યતાઓ પ્રમાણે હોળી પહેલાના 8 દિવસને હોળાષ્ટક કહેવાય છે. આ  દિવસોમાં કોઇપણ પ્રકારના શુભ કામ કરવામાં આવતા નથી. હોળાષ્ટકની પરંપરા પ્રકૃતિ અને  વાતાવરણના ફેરફાર સાથે જોડાયેલ છે. આ દિવસોમાં ગ્રહની ચાલ અને ઋતુઓમાં ફેરફાર થવાથી  માનસિક અને શારીરિક સંતુલન ખરાબ થઇ જાય છે. આ કારણે જ આ દિવસોમાં શુભ અને માંગલિક  કાર્યો કરવાની મનાઇ છે.

હોળાષ્ટકમાં માંગલિક કાર્યો પર લાગે છે રોક

16 સંસ્કારના કાર્યો પણ નથી કરવામાં આવતા

હોળાષ્ટક દરમિયાન બધા માંગલિક કામ અને 16 સંસ્કાર કરવામાં આવતા નથી. સાથે જ જો આ  દિવસોમાં અંતિમ સંસ્કાર કરવા પડે તો તે પહેલાં ખાસ પૂજા-પાઠ અને શાંતિ કર્મ પણ કરવામાં આવે  છે. હોળાષ્ટક દરમિયાન 16 સંસ્કારો કરવાની મનાઈ હોવાથી આ સમયગાળાને શુભ માનવામાં  આવતો નથી. આ સમય દરમિયાન કેટલાક મંત્રોના જાપ કરવાથી આ સમયમાં વ્યાધિ ઉપાધી આવતી નથી.

હોળિકા દહનથી નકારાત્મક ઉર્જાનો થાય છે નાશ

હોળિકા દહનના દિવસે જ અગ્નિ પ્રકટાવવામાં આવે છે તે શરીર સાથે-સાથે આસપાસના બેક્ટેરિયા અને નકારાત્મક ઊર્જાને દૂર કરે છે. કેમ કે, ગાયના ગોબરથી બનેલાં છાણા, પીપળો, પલાશ, લીમડો અને અન્ય વૃક્ષના લાકડાથી હોળિકા દહન થવાથી જે ધૂમાડો ઉત્પન્ન થાય છે તે સ્વાસ્થ્ય માટે સારો હોય છે.