છેલ્લા દોઢ વર્ષ થી સતત ભયના ઓથાર હેઠળ જીવતા લોકો હવે લોકડાઉન અને બંદીશોની વચ્ચે ખરેખરા કંટાળ્યા હતા, એવામાં હવે કોરોના કેસો ઓછા થતા સરકારી તંત્ર એ પણ ઉત્સવની ઊજવણીમાં થોડીક ઢીલ મુકી છે. અને લોકોનો ભય પણ કોરોનાને લઈને ઓછો થયો છે. અને ત્યારે જ આપણા સૌના પ્રિય એવા ગણેશ ચતુર્થીનો ઉત્સવ આવતા લોકો ઉજવવા માટે થનગની રહ્યાં છે.
ગણેશ ચતુર્થી એ સામાજિક મેળાવડાઓનો ઉત્સવ છે, એમાં લોકો હળે-મળે છે, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે, ડાયરાઑ, ભજન, સંગીત સંધ્યા, મહાઆરતીનું આયોજન હોય છે, દર્શન માટે લોકોની ખુબ ભીડ તો ખરી જ. અને એ જ ઉત્સાહ અને આનંદમાં આપણે આપણી સામાજિક ફરજો ન ભુલીએ એ મહત્વનું છે.
યાદ રાખીએ કે આપણે સૌ કોરોનાની ત્રીજી લહેરની લટકતી તલવાર હેઠળ જીવી રહ્યા છીએ. ત્યારે સુષુપ્ત અવસ્થાને આરે આવીને ઉભેલા કોરોનાને આપણે ફરી એકવાર ન જગાડીએ એ આપણી જવાબદારી છે. આપણે સૌ short term memories ધરાવતા લોકો છીએ, આપણે ઘણી જલ્દીએ ભયાનક દ્રશ્યો ને ભુલી ગયા છીએ.
કોરોનાના દર્દીઓથી ઊભરાતી હોસ્પિટલ્સ, ઓકસીજન વગર રીબાઈ રીબાઈ ને મૃત્યુ પામતા લોકો, રેમડેસીવીર અને ફેબીફ્લુની short supply વચ્ચે થતી કાળાબજારી, ગમે એટલા હાથ પગ મારવા છતાં પણ સારવારની વ્યવસ્થા ન કરી શકતા અને પોતાની નજર ની સામે જ મૃત્યુ પામતા સ્વજનો અને એમના અંતિમ સંસ્કાર પણ સરખી રીતે કરી ન શકતા જે અફસોસ અને ખાલીપો દિલમાં રહી જાય એ આપણા છેલ્લા શ્વાસ સુધી રહે છે.
વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ
નિર્વિઘ્નં કુરુમે દેવ સર્વેકાર્યેષુ સર્વદા
ફરીથી આવી જ પરિસ્થિતિ ઊભી ન થાય એ માટે આવો આપણે સૌ વધુ જવાબદાર નાગરિક બનીએ. કોરોનાને લગતી સંપૂર્ણ Guidelinesનું પાલન કરીએ. સોશિયલ ડીસ્ટનશીંગ જાળવીએ, માસ્ક પહેરીએ, થોડી થોડી વારે hand sanitizerનો ઉપયોગ કરીએ, વધુ ભીડ-ભાડ વાળા સામાજિક મેળાવડાઓથી દુર રહીએ. Vaccineના બંને dose લઈ લીધા હોય તો પણ સંપૂર્ણ guidelines નો પાલન કરીએ અને સંયમપૂર્વક ગણેશોત્સવની ઊજવણી કરીએ અને વિઘ્નહર્તા શ્રી ગણેશજી ના ચરણો માં પ્રાર્થના કરીએ કે આ કોરોના રૂપી વિઘ્નને જલ્દી જ દૂર કરે અને આપણે સૌ ફરીથી આવતા વર્ષે એ જ ધામધૂમથી ગણેશજી નું સ્વાગત કરી શકીયે. યાદ રાખજો કોરોના ને ફેલાતો અટકાવવો એ સરકાર થી પહેલા આપણી જવાબદારી છે.
@મિલન જોષી કટાર લેખક
સુરત / 600 કરોડના ગણેશજીની સ્થાપના કરશે આ હીરાના વેપારી, જાણો શું છે ખાસિયત
ગણેશોત્સવ / રાજકોટમાં ગણેશ ઉત્સવનું ભાજપ આગેવાનોએ વાજતે-ગાજતે કર્યુ આયોજન
ગણપતિ ઉત્સવ / અઢીસો વર્ષ જુના ગણપતિના ઐતિહાસિક મંદિરની જાણો વિશેષતા