Airstrike on Tehran University: ઈરાન અને અમેરિકા વચ્ચેની તણાવપૂર્ણ પરિસ્થિતિમાં સોમવારે તેહરાનની એક યુનિવર્સિટી પર હવાઈ હુમલો થયો છે. અહેવાલો મુજબ, રાજધાની તેહરાનના દક્ષિણપશ્ચિમમાં આવેલ શરીફ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી પર આ હુમલામાં ઓછામાં ઓછા 13 લોકોના મૃત્યુની જાણ છે.
હમલાના કારણે આખી રાત્રિ જોરદાર વિસ્ફોટ થયા. ફાઇટર જેટની નીચી ઉડાન સાથેનો અવાજ સતત સાંભળાતો રહ્યો. તેમજ કેમ્પસ નજીક આવેલા કુદરતી ગેસ વિતરણ કેન્દ્રને પણ નુકસાન થયું હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે, યુનિવર્સિટી કેમ્પસ પર નિશાન બનાવવામાં કઈ વસ્તુઓનો સમાવેશ થયો છે, તે હજુ સુધી સ્પષ્ટ નથી.
તેહરાન (Tehran) માં તમામ શાળાઓ બંધ
યુદ્ધની સ્થિતિને કારણે તેહરાનમાં તમામ શાળાઓ ઓનલાઇન શિક્ષણ આપી રહી છે, તેથી હાલમાં યુનિવર્સિટીમાં કોઈ વિદ્યાર્થી હાજર નથી. કેટલાક અહેવાલો અનુસાર આ યુનિવર્સિટી પર હથિયારો સંબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ લગાવામાં આવ્યો છે. ઈરાનના અર્ધલશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા નિયંત્રિત બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમમાં તેની ભૂમિકા હોવાની શંકા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:પૂર્વ IAEA ચીફ મોહમ્મદ અલ-બરાદેઈનો ટ્રમ્પ પર હુમલો: “આ પાગલને અટકાવો!”
આ પણ વાંચો:મધ્ય પૂર્વ યુદ્ધ વચ્ચે, ભારતે મોટું પગલું ભર્યું, 7 વર્ષ પછી ઈરાન પાસેથી તેલ,LPG ખરીદી ફરી શરૂ કરી
આ પણ વાંચો:પરમાણુ ખતરો વધ્યો! ઈરાનની ચેતવણીથી ખાડી દેશોમાં ભયનો માહોલ
