Porbandar News: પોરબંદરમાં અકસ્માતમાં ચારનાં મોત થયા છે. એરપોર્ટ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. એરપોર્ટ નજીક બે બાઇક વચ્ચે થયેલા ભીષણ અકસ્માતની ચર્ચા ચોરેને ચૌટે છે.
પોરબંદરના સુદામાપુરીમાં આજે વહેલી સવારે એક ભીષણ અકસ્માત થયો. એરપોર્ટ રોડ પર બે મોટરસાઇકલ વચ્ચે સામસામે ટક્કરમાં ચાર આશાસ્પદ યુવાનોના મોત થયા છે, જ્યારે એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયા બાદ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.
માહિતી મુજબ, એરપોર્ટ રોડ પર સવારે 5:00 થી 5:40 વાગ્યાની વચ્ચે આ ઘટના બની હતી. બે મોટરસાઇકલ સામસામે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક ચલાવતા યુવાનો રસ્તા પર પટકાઈ ગયા હતા. કાચ અને બાઇકના ટુકડા રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા, અને બંને બાઇક પણ રસ્તાની બાજુમાં પડી ગઈ હતી.
સ્થાનિકો અને અધિકારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કર્યા પછી, પાંચેય યુવાનોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી ત્રણના હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મૃત્યુ થયા હતા. જ્યારે બીજા યુવાનને વધુ સારવાર માટે જામનગર લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે ખંભાળિયા નજીક તેનું પણ રસ્તામાં મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો: રક્તરંજિત રવિવાર, Gujarat માં રોડ અકસ્માતમાં 12 ના મોત, ૪૫ થી વધુ ઘાયલ
આ પણ વાંચો: Gujarat માં લક્ઝરી બસના બે અકસ્માત, છ વ્યક્તિના મોત, 40થી વધુ ઘાયલ
આ પણ વાંચો: નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો, મોતથી પરિવારમાં માતમ
