Banaskantha News/ બનાસકાંઠામાં 12માના ધોરણની પરીક્ષા આપવા જતાં બે વિદ્યાર્થીને ટેન્કરે કચડ્યા

બનાસકાંઠામાં થયેલા એક અકસ્માતમાં 12માં ધોરણની પરીક્ષા આપવા જઈ રહેલા બે વિદ્યાર્થીના મોત નીપજ્યા છે. ટેન્કર ચાલકે બેફામ ડ્રાઇવિગ કરીને તેમને કચડી નાખ્યા હતા.

Top Stories Gujarat Others Breaking News
બનાસકાંઠામાં Accident, બે વિદ્યાર્થીઓને કચડી નાખતા મોત

Banaskantha News: બનાસકાંઠાના પંથવાડા નજીક ગુંદરી હાઇવે પર આજે (11 માર્ચ) બપોરે બે વાગ્યાની આસપાસ એક ભયાનક અકસ્માત (Accident) સર્જાયો. ભેરુનાથ હોટલ પાસે ટેન્કર સાથે અથડાતાં બાઇક પર સવાર બે વિદ્યાર્થીઓના (Student) ઘટનાસ્થળે જ મોત (Death)થયા. આ બંને વિદ્યાર્થીઓ 12મા ધોરણની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા હતા ત્યારે આ ધટના બની હતી.

બનાસકાંઠામાં Accident, બે વિદ્યાર્થીઓને કચડી નાખતા મોત

ટેન્કરે બાઇક પર સવાર બે વિદ્યાર્થીઓને ટક્કર મારતા થયો અકસ્માત (Accident)

બનાસકાંઠાના મૃતકોની ઓળખ સતસન ગામના લાલાભાઈ ચૌધરી અને ગુંદરી ગામના હરેશ સિંહ રાજપૂત તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, પૂરપાટ ઝડપે આવેલા ટેન્કરે (Tanker) બાઇક પર સવાર બે વિદ્યાર્થીઓને ટક્કર મારી હતી, જેના કારણે ગંભીર ઇજાઓ થઈ હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા

અકસ્માતના સમાચાર મળતાં જ આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી ગયા હતા. પંથવાડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ (Postmortem) માટે પંથવાડા રેફરલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

આ દુ:ખદ અકસ્માતથી બંને વિદ્યાર્થીઓના પરિવારજનો શોકમાં ડૂબી ગયા છે. સમગ્ર વિસ્તારમાં શોક છવાઈ ગયો છે. સ્થાનિક લોકો કહે છે કે આ રસ્તા પર વારંવાર અકસ્માતો થાય છે અને અગાઉ પણ તેને “અકસ્માત ક્ષેત્ર” જાહેર કરવા માટે રજુઆત કરવામાં આવી છે, પરંતુ વહીવટીતંત્રે હજુ સુધી કોઈ પગલાં લીધા નથી.


આ પણ વાંચો: સાંચોર-થરાદ હાઇવે પર મોતની ટક્કર, ગામમાં શોકની લહેર

આ પણ વાંચો: બનાસકાંઠામાં માતેલા સાંઢની જેમ આવેલી કારે દાદા-પૌત્રને ઉડાવ્યા

આ પણ વાંચો: બનાસકાંઠામાં ડીસા-થરાદ રોડ પર અકસ્માતમાં Bikerનું મોત