Surat News: સુરતના Sachin GIDC વિસ્તારમાં આવેલ એક કેમિકલ વેરહાઉસમાં બુધવારે ભીષણ આગ લાગતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યા બાદ અંદર રાખેલા કેમિકલના જથ્થાને કારણે એક પછી એક જોરદાર બ્લાસ્ટ થતાં આસપાસના વિસ્તારોમાં કામ કરતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
મળતી માહિતી અનુસાર, ઉદ્યોગ વિસ્તારમાં આવેલી એક કંપનીના વેરહાઉસમાં મોટી માત્રામાં કેમિકલ સંગ્રહિત હતું. આગ લાગ્યા બાદ આ કેમિકલના કારણે આશરે 30થી વધુ શક્તિશાળી વિસ્ફોટ થયા હોવાનું કહેવાય છે. વિસ્ફોટનો અવાજ દૂર સુધી સંભળાતા નજીકની ફેક્ટરીઓમાં કામ કરતા શ્રમિકો બહાર દોડી આવ્યા હતા.
ફાયર બ્રિગેડનો મેજર કોલ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત ફાયર વિભાગ દ્વારા ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો છે. આગ પર કાબૂ મેળવવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાંથી 10થી વધુ ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડના જવાનો સતત આગ બુઝાવવાની કામગીરીમાં વ્યસ્ત છે.
S
achin GIDC આગ ઝડપથી ફેલાવાનું કારણ
પ્રાથમિક માહિતી મુજબ વેરહાઉસમાં કેમિકલ ઉપરાંત અન્ય જ્વલનશીલ સામગ્રી પણ સંગ્રહિત હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડને ભારે મહેનત કરવી પડી રહી છે.
Sachin GIDCમાં લાગેલી આગમાં જાનહાનિ અંગે માહિતી નથી
હાલ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી. સુરક્ષા દ્રષ્ટિએ આસપાસના વિસ્તારોમાં કામ કરતા લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો:સુરતના મિલેનિયમ માર્કેટ-1માં આગ, 9 ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે દોડી
આ પણ વાંચો:સુરતના નિધિ કાપડ માર્કેટમાં ભીષણ આગ, ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનમાંથી ભભૂકી ઊઠી જ્વાળા
આ પણ વાંચો:સુરત શહેરના ચોર્યાસી ટોલનાકા વિસ્તારમાં ભંગારની દુકાનોમાં લાગી ભીષણ આગ
