Sabarkantha News/ સાબરકાંઠામાં ટ્રકે બે જણને કચડતા મોત, એક ગંભીર રીતે ઘાયલ

સાબરકાંઠામાં ભીષણ અકસ્માતમાં બેના મોત થયા છે અને એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. બેફામ આવતી ટ્રકે બાઇક પર આવતા ત્રણ જણને કચડતા આ આ દુર્ઘટના બની હતી.

Top Stories Gujarat Others Breaking News

Sabarkantha News: સાબરકાંઠાના વડાલી તાલુકાના પહાડી પોળ ગામના બે રહેવાસીઓના ટેચાવા હાઇવે પર થયેલા ભયાનક અકસ્માતમાં દુઃખદ મૃત્યુ થયા છે, જ્યારે એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને સારવાર માટે અમદાવાદ મોકલવામાં આવ્યો છે.

રવિવારે પાંચમી એપ્રિલના રોજ  અમૃતજી પુંજાજી વાઘેલા, ભલાભાઈ માનાભાઈ વાઘેલા અને રણજીતજી વાઘેલા મોટરસાયકલ પર તમાકુના નમૂના બતાવવા જઈ રહ્યા હતા, ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે તેમને ટક્કર મારી. અમૃતજી અને ભલાભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ટ્રક ચાલક અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. લાડોલ પોલીસે અજયકુમાર વાઘેલાની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે અને વધુ તપાસ કરી રહી છે; દરમિયાન, આ ઘટનાથી પહાડી પોળ ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

સાબરકાંઠા જિલ્લાના પહાડી પોળના રહેવાસી અજયકુમાર વાઘેલા, તેમના પિતા, અમૃતજી પુંજાજી વાઘેલા, અને તેમના ગામના રહેવાસી ભલાભાઈ માનાભાઈ વાઘેલા, રવિવારે સવારે મોટરસાયકલ (GJ-07-DR-8441) પર તમાકુના નમૂના બતાવવા માટે નીકળ્યા હતા. તેમની સાથે રણજીતજી પોપટજી પણ સવાર હતા. ગઈકાલે સવારે લગભગ 11:30 વાગ્યે, વિરુદ્ધ દિશામાંથી પૂરપાટ ઝડપે અને બેદરકારીથી આવી રહેલી ટાટા ટ્રક (GJ-12-BY-1391) એ મોટરસાયકલને ટક્કર મારી. અકસ્માત એટલો ગંભીર હતો કે અમૃતજી વાઘેલા અને ભલાભાઈ વાઘેલાને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમનું ઘટનાસ્થળે અથવા હોસ્પિટલ લઈ જતી વખતે મૃત્યુ થયું હતું.

અકસ્માત બાદ, ટ્રક ચાલક પોતાનું વાહન છોડીને ભાગી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ રણજીતજી વાઘેલાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા. અજયકુમારની ફરિયાદના આધારે, લાડોલ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ કરી રહી છે. આ ઘટના બાદ પહાડી પોળ ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.


આ પણ વાંચો: રક્તરંજિત રવિવાર, Gujarat માં રોડ અકસ્માતમાં 12 ના મોત, 45 થી વધુ ઘાયલ

આ પણ વાંચો: Gujarat માં લક્ઝરી બસના બે અકસ્માત, છ વ્યક્તિના મોત, 40થી વધુ ઘાયલ

આ પણ વાંચો: નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો, મોતથી પરિવારમાં માતમ