- ભચાઉમાં સગીરા સાથે હેવાનિયત
- ધોરણ-9માં ભણતી સગીરા સાથે દુષ્કર્મ
- મંગળવારે શાળાની બહારથી ઉપાડી જવાય
- માનસરોવર રેલ્વે ટ્રેક પાસે લઈ જવાય હતી સગીરાને
- 2 વિધર્મી યુવકો દ્વારા દુષ્કર્મ કરાયાની ચર્ચા
- ધારાસભ્યોએ ગૃહ મંત્રાલય સુધી કરી રજૂઆત
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મના કેસો વધી રહ્યા છે તે પછી નાની બાળકી હોય કે પછી પરિણીતા. ગુજરાતમાં દિકરીઓ સલામત હોવાની વાતો પોકળ સાબિત થઇ છે. ત્યારે ફરી એકવાર ભચાઉમાં સગીરા સાથે હેવાનિયત થઈ હોવાનું સામે આવ્યું છે. અહીં ધોરણ-9માં ભણતી સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ બનાવમાં 2 વિધર્મી યુવાનો દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાની સમગ્ર શહેરમાં ચર્ચા થવા લાગી હતી.
આ પણ વાંચો :થાનગઢમાં વિવિધ વિસ્તારોમાં કચરા અને ગંદકીનાં ઢગથી રહીશો પરેશાન
આ મામલે મળતી માહિતી અનુસાર, ભચાઉમાં મંગળવારે સવારે 9માં ધોરણમાં અભ્યાસ કરતી એક સગીરા શાળાએ ગઈ હતી. જ્યાં સવારના 11 વાગ્યાની આસપાસ 2 વિધર્મી યુવાનોએ સગીરાની શાળાથી બહાર આવતા જ તેનું અપહરણ કરી લીધું હતું અને તેને માનસરોવર રેલ્વે ટ્રેક પાસે લઇ ગયા હતા. જ્યાં સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
શાળાએથી ઘરે પરતના આવતા પરિવારજનોએ સગીરાની ધવા નીકળ્યા હતા પરંતુ તે મળી ન હતી. બાદમાં સાંજે 5 વાગ્યે વિધર્મી યુવાનો સગીરાને પરત છોડી નાસી ગયા હતા. જે બાદ સગીરાએ તેના પરિજનોને પોતાની આપવીતી સંભળાવતા પરિવાર પોલીસ મથકે પહોચ્યો હતો અને ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.
આ પણ વાંચો : પૂર્વ MLA છબીલ પટેલ, દુષ્કર્મ કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યા
આ પણ વાંચો : “મોરા ઐતિહાસિક તળાવ” બચાવો અભિયાનમાં મુખ્યમંત્રી સમક્ષ ધારદાર રજુઆત..!!
આ પણ વાંચો :શાક માર્કેટના થડામાંથી કોહવાયેલી હાલતમાં યુવાનની મળી લાશ
આ પણ વાંચો :નડિયાદ પાસે ખાનગી બસ ખાડામાં પલટી જતા અકસ્માત સર્જાયો 3 લોકો ઇજાગ્રસ્ત
