Not Set/ બોરસદમાં માતાજીના મંદિરમાં યુવતીએ છાંટયો દારૂ,પોલીસ ફરિયાદ નોંધાઇ

ગુજરાતના આણંદ માંથી ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે,અમદાવાદની યુવતીએ બોરસદના માતાજીના મંદિરમાં છાંટયો દારૂ જેના લીધે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે

Top Stories Gujarat
  • અમદાવાદની યુવતીનું કારસ્તાન
  • બોરસદમાં માતાજીના મંદિરમાં છાંટ્યો દારૂ
  • દાવોલ ગામે મંદિરમાં આવી વિદેશી દારૂ છાંટ્યો
  • નશામાં ચૂર યુવતીએ મંદિરમાં મચાવ્યો હોબાળો
  • ગ્રામજનો દ્વારા સમજાવવા છતાં યુવતી સમજી નહીં
  • આખરે ગ્રામજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી
  • આ યુવતીએ અગાઉ દુષ્કર્મની ફરિયાદ કરી હતી
  • ગામના જ યુવક વિરૂધ્ધ કરી હતી દુષ્કર્મની ફરિયાદ

ગુજરાતના આણંદ માંથી ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે,અમદાવાદની યુવતીએ બોરસદના માતાજીના મંદિરમાં છાંટયો દારૂ જેના લીધે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે,આ યુવતી સામે સમાજના લોકો રોષે ભરાયા છે. આ યુવતીએ બોરસદના દાવોલ ગામે મંધિરમાં વિદેશી દારૂનો મંદિરમાં છંટકાવ કર્યો હતો ,આ યુવતી નશામાં  ચૂર હતી અને તેને ત્યાના ગ્રામજનોએ સમજાવી છેતા પણ આ યુવતીએ મંદિરમાં હોબાળો મચાવ્યો હતો.આ યુવતી તેની મનમાની કરતાં આખરે ગ્રામજનોએ પોલીસ ફરિયાદ કરી હતી ,હાલ પોલીસ આ કેસ અંગે તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરી રહી છે

https://fb.watch/b30SgdG0vR/

ઉલ્લેખનીય છે કે આ યુવતીએ આ અગાઉ દુષ્કર્મની ફરિયાદ પણ નોંદાવી હતી ,આ ગામના યુવક સામે જ ફિયાદ નોંધાવી હતી.