Navsari News : દારૂની હેરાફેરીના કેસમાં નવસારી ગ્રામ્ય પોલીસને સફળતા મળી છે. જેમાં આરોપીઓના રિમાન્ડ દરમિયાન પોલીસ તપાસમાં મોટા ખુલાસા થયા છે. રિમાન્ડમાં પાંચ આરોપીઓ ની પૂછપરછના આધારે પોલીસે ગોવામાં તપાસ હાથ ધરી હતી. જેને આધારે ગોવામાં તપાસ કરતાં દારૂ બનાવતી ફેકટરી પોલીસને હાથે ઝડપાઈ હતી.
બાદમાં ગોવામાંથી ગેલસ્ટોર્મ ડીસ્ટલરી નામની કંપનીને સીલ કરવામાં આવી હતી. નવસારી પોલીસે એક્સાઈઝ વિભાગને સાથે રાખી આ તપાસ કરી હતી. જેમાં નવસારી ગ્રામ્ય પોલીસે અંદાજે રૂપિયા 1.43 કરોડનો મુદ્દામાલ સીલ કરી વધુ તપાસ આદરી છે.
આ પણ વાંચો:મગફળી બાદ કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ : CCI સર્વરના ધાંધિયાથી રાજ્યભરમાં ખેડૂતો પરેશાન
આ પણ વાંચો:ટેકાના ભાવે 12.23 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી, 200 મણ પ્રતિદિન ખરીદી
