Ahmedabad News : અમદાવાદ શહેર એ.સી.બી.પો.સ્ટે.માં આરોપી નં (૧) દિનેશ બાબુભાઇ પરમાર ( કરાર આધારીત ) અધિક સચિવ ( તપાસ) આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, નવા સચિવાલય ગાંધીનગર સામે 15 લાખની લાંચ લેવાનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં તા.૧૭/૦૪/૨૦૨૫ ના રોજ દિનેશ પરમારને નામદાર સીટી સિવિલ કોર્ટ ભદ્ર ખાતે રજુ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે આરોપી ના તારીખ ૧૯/૦૪/૨૦૨૫ નાં ૧૫/૦૦ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આ કેસની વિગત મુજબ આરોપી દિનેશ પરમારે આરોગ્ય વિભાગના સ્ટાફ સામે બેગસ મેડિકલ પ્રેક્ટીસ બાબતે શિક્ષાત્મક કાર્યવાહી કરતા ફરિયાદી સામે ખંડણી માંગણીની ફરિયાદ આરોગ્ય વિભાગના કમિષનરને કરી હતી. આથી ફરિયાદી અને તેના સાથી ડોક્ટરને ફરજ મોકુફી પર ઉતારી દેવાયા હતા. જેમાં ફરિયાદી અને સાથી ડોક્ટર વિરૂધ્ધની તપાસ તરફેણમાં કરવા માટે બન્ને પાસે દિનેશ પરમારે રૂ.30 લાખની લાંચ માંગી હતી.
જેમાં 15 લાખ એડવાન્સ આપવાનું અને બાકીના કામ પુરૂ થયા બાદ આપવાનું નક્કી થયું હતું. બીજીતરફ ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવતા 15 લાખ પોતાના ઘરે આપી જવા ફરિયાદીને ગિરાશ જેઠાલાલ પરમારે બોલાવ્યો હતો.જેમાં ગિરીશ પરમાર 15 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો. જ્યારે તે સમયે દિનેશ પરમાર સામે ગુનો નોંધાયો હતો.
આ પણ વાંચો:મગફળી બાદ કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ : CCI સર્વરના ધાંધિયાથી રાજ્યભરમાં ખેડૂતો પરેશાન
આ પણ વાંચો:ટેકાના ભાવે 12.23 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી, 200 મણ પ્રતિદિન ખરીદી
