Vadodara News: લોકોની રક્ષા કરતી પોલીસ પર જ લાંચ લીધી હોવાનો આરોપ લાગ્યો છે. એકવાર ફરી પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે. કારણ કે, પોલીસ અધિકારી ખુદ લાંચ લેતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. PSI એન.એન. ઝવેરીનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.

પોલીસ આમતો લોકોની રક્ષા માટે હોય છે પરંતુ વડોદરામાં કંઈક પોલીસનું અલગ જ રૂપ સામે આવ્યું છે. પોલીસ લાંચ લેતી હોવાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. વીડિયોમાં PSI દ્વારાકુલ 40 હજાર માંગવાની વાતચીત સ્પષ્ટ પણે સાંભળી શકાય છે. જો લોકોની રક્ષા કરતી પોલીસ જ પૈસાનો તોડ કરશે તો લોકો કોને જઈને ફરિયાદ કરશે તે સવાલ થઈ રહ્યો છે. જો કે, આ મામલે શહેર પોલીસ કમિશનરે ગંભીરતા દાખવી તપાસના આદેશ આપ્યા છે. અને જો ગુન્હો સાબિત થશે તો આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યા છે.
લાંચ લેતા PSIનો વીડિયો વાયરલ
PSI દ્વારા કુલ 40 હજારની લાંચ માંગવામાં આવે છે. જેમાં જોવા મળે છે કે, પીએસઆઈ કથિત રીતે 20 હજાર રૂપિયા સ્વીકાર કરી રહ્યા છે. જોકે વાયરલ વીડિયોને પોલીસ તંત્ર દ્વારા એક વર્ષ જુનો હોવાનું કહેવામાં આવી રહ્યો છે. અત્યારે 20 અને પછી 20 હજાર આપવા સંમતિ દર્શાવાઈ તેવુ પણ સ્પષ્ટ પણે જોઈ શકય છે.

પોલીસ વિભાગની કાર્યવાહી આરોપી સામે થશે કાર્યવાહી
પીએસઆઈ લાંચ લેતા હોવાનો કથિત વીડિયો વાયરલ થતાની સાથે જ વડોદરા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસ કમિશનરે આ મામલે તટસ્થ તપાસ માટે DCP ઝોન-1 ને જવાબદારી સોંપી છે.
આ પણ વાંચો:વડોદરામાં ACBની સફળ ટ્રેપ, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા રૂ. 5 લાખની લાંચ માગનાર રંગે હાથે ઝડપાયો
આ પણ વાંચો:ટેન્ડર મામલે દોઢ લાખની લાંચ માંગનારા વડોદરાના નાયબ કાર્યપાલક ઈજનેર સામે ગુનો દાખલ
આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝના અહેવાલનો ફરી પડ્યો પડઘો,વડોદરા ખાણ ખનીજ વિભાગનો ક્લાર્ક બે લાખની લાંચ લેતા ઝડપાયો
