Surat News : ડાયમંડ સિટી સુરતમાં ફરી એકવાર નબીરાઓની બેદરકારી અને ઓવરસ્પીડિંગનો કહેર સામે આવ્યો છે. શહેરના પોશ વિસ્તાર મગદલ્લા-ડુમસ એરપોર્ટ રોડ પર ગત 1 ફેબ્રુઆરીની મોડીરાત્રે એક ગંભીર અકસ્માત (Accident)સર્જાયો હતો.
માલેતુજાર પરિવારના યુવક વિરલ દેસાઈએ પોતાની લક્ઝરી ઇલેક્ટ્રિક કાર મહિન્દ્રા BE-6 પૂરપાટ ઝડપે હંકારીને રસ્તાને જાણે રેસિંગ ટ્રેક બનાવી દીધો હતો. તેજ ગતિના કારણે ચાલક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા જ રસ્તા પર પાર્ક કરેલા વાહનોના ફુરચા બોલી ગયા હતા.
એકસાથે 5 વાહનોને ટક્કર, અકસ્માત (Accident) લોકો ઈજાગ્રસ્ત
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કારની ઝડપ એટલી પ્રચંડ હતી કે બેકાબૂ બનેલી BE-6 કારએ પહેલા પાર્ક કરેલી 3 કારને જોરદાર ટક્કર મારી અને ત્યારબાદ 2 મોપેડને પણ ઉડાવી દીધા.
આ અકસ્માત (Accident) માં ત્રણ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. સદનસીબે ઘટના મોડીરાત્રે બની હોવાથી મોટી જાનહાનિ ટળી, પરંતુ વાહનોને ભારે આર્થિક નુકસાન થયું છે.
મામલો દબાવવા ‘ખેંચ’નું બહાનું? ચર્ચાઓ તેજ
અકસ્માત સર્જનાર યુવક વિરલ દેસાઈ પોતે પણ ઈજાગ્રસ્ત થયો હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જોકે ઘટનાના થોડા જ સમયમાં મામલો થાળે પાડવા અને નબીરાને બચાવવા માટે પ્રયાસો શરૂ થયા હોવાની ચર્ચાઓ જોર પકડી રહી છે.
અકસ્માત બાદ એવી વાત વહેતી કરવામાં આવી કે ચાલક યુવકને ચાલુ ગાડીએ “ખેંચ” આવી હતી, જેના કારણે અકસ્માત થયો.
નશા કે ઓવરસ્પીડિંગ? પોલીસ તપાસમાં અનેક પ્રશ્નો

બનાવની જાણ થતાં જ ડુમસ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તમામ અકસ્માતગ્રસ્ત વાહનો કબજામાં લઈ તપાસ શરૂ કરી છે.
હવે સવાલો ઊભા થયા છે કે…
-
શું ચાલક નશાની હાલતમાં હતો?
-
શું ખરેખર તબીબી કારણોસર અકસ્માત થયો?
-
કે પછી માત્ર ઓવરસ્પીડિંગ જ જવાબદાર છે?
પોલીસ દ્વારા તમામ પાસાંઓ પર તપાસ ચાલી રહી છે.
પહેલાં પણ BE-6 કાર રેસિંગમાં થઈ હતી સામેલ
ઉલ્લેખનીય છે કે 1 જાન્યુઆરી 2026ની રાત્રે પણ દારૂના નશામાં 150 કિમીથી વધુ ઝડપે BE-6 કાર હંકારી રહેલા મંથન પટેલ અને BMW ચલાવી રહેલા ઝલક નામના યુવાને નિર્દોષ પરિવારની સ્વિફ્ટ કારનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો.
અકસ્માત (Accident) ની આ ઘટનામાં મહિલા ચાલક એશા જૈનને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા.
