સુરત: સુરતના હજીરામાં આવેલી વધરાજ સિમેન્ટ નામની કંપનીના કર્મચારીઓ પગાર ન મળવાને કારણે હેરાન પરેશાન થઈ ગયા છે. જેને લઈને કંપનીના કામદારોએ કંપનીના ગેટની બહાર દેખાવો કરી પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
આ સમસ્યાનો નિકાલ આવે તે માટે કર્મચારીઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, હજીરા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી વધરાજ સિમેન્ટ કંપનીમાં 72 જેટલા કર્મચારીઓને છેલ્લા પાંચ મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી.
સુરતના હજીરા વિસ્તારમાં આવેલી વદરાજ સિમેન્ટ કંપનીમાં કામ કરતા 72 કામદારોને પાંચ મહિના કરતા પણ વધુ સમયથી પગાર ચુકવવામાં આવ્યો નથી. જેના કારણે કર્મચારીઓ દ્વારા કંપનીનાં ગેટની બહાર દેખાવો કરી વિરોધ નોંધાવ્યો હતો.
આ ઉપરાંત કર્મચારીઓએ સુરત જિલ્લા કલેકટરને તેમના પ્રશ્નો વિશે આવેદન પત્ર પાઠવીને રજૂઆત પણ કરી હતી.
