Not Set/ સુરતીઓ માટે આવ્યા રાહતનાં સમાચાર, ઉકાઇ ડેમનાં તમામ દરવાજા કરાયા બંધ

સુરતીઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, સુરતીઓને તાપીનાં પુરનાં ભયમાંથી મુક્તી મળી હોવાની વિગતો સામે આવી રહી છે. જી હા, સુરત જીલ્લામાં તાપી નદી પર આવેલો ગુજરાતનાં સૌથી મોટા ડેમોમાંનો એક એવા ઉકાઈ ડેમના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. ડેમનાં દરવાજા બંધ કરાતા સુરતીઓને તાપીનાં કહેરથી રાહત મળી છે.  […]

Gujarat Surat

સુરતીઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, સુરતીઓને તાપીનાં પુરનાં ભયમાંથી મુક્તી મળી હોવાની વિગતો સામે આવી રહી છે. જી હા, સુરત જીલ્લામાં તાપી નદી પર આવેલો ગુજરાતનાં સૌથી મોટા ડેમોમાંનો એક એવા ઉકાઈ ડેમના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. ડેમનાં દરવાજા બંધ કરાતા સુરતીઓને તાપીનાં કહેરથી રાહત મળી છે. 

ઉલ્લેખનીય છે કે, હાલ ઉકાઈ ડેમની જળસપાટી 333.99 ફૂટ છે. ડેમમાં પાણીનો ઇન્ફ્લો 75709 ક્યુસેક છે જ્યારે આઉટફ્લો 17930 ક્યુસેક છે. ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી થતી પાણીની આવક ઘટી છે. 18 હજાર ક્યુસેક પાણી હાઇડ્રો યુનિટ માટે છોડાઈ રહ્યું છે. ત્યારે પાછલા દિવસોમાં પાણીની પુષ્કળ આવકનાં કારણે ખોલવામાં આવેલા તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews