Not Set/ જેતલસર ચોકડી નજીક જીરૂ ભરેલ ટ્રક લૂંટાયો, 6 શખ્સોએ કરી 18.5 લાખની લૂંટ

જેતપુર, જેતપુર જેતલસર ચોકડી નજીક જીરૂ ભરેલ ટ્રક લૂંટાયો હતો. ગોંડલ માર્કેટ યાર્ડમાંથી 194 ગુણી જીરૂ ભરીને જૂનાગઢ તરફ જઈ રહેલ ટ્રકને જેતલસર ચોકડી પાસે કારમા આવેલા 6 અજાણ્યા શખ્સોએ પોલીસની ઓળખ આપીને લૂંટ ચલાવી હતી. જીરૂ ભરેલ ટ્રક પોલીસ સ્ટેશને લઈ લેવાનું કહીને ડ્રાઈવરને કારમાં બેસાડીને ટ્રકનું અપહરણ કરવામાં આવ્યુ હતુ. અજાણ્યા લૂંટારુંઓ ટ્રકના […]

Gujarat

જેતપુર,

જેતપુર જેતલસર ચોકડી નજીક જીરૂ ભરેલ ટ્રક લૂંટાયો હતો. ગોંડલ માર્કેટ યાર્ડમાંથી 194 ગુણી જીરૂ ભરીને જૂનાગઢ તરફ જઈ રહેલ ટ્રકને જેતલસર ચોકડી પાસે કારમા આવેલા 6 અજાણ્યા શખ્સોએ પોલીસની ઓળખ આપીને લૂંટ ચલાવી હતી.

જીરૂ ભરેલ ટ્રક પોલીસ સ્ટેશને લઈ લેવાનું કહીને ડ્રાઈવરને કારમાં બેસાડીને ટ્રકનું અપહરણ કરવામાં આવ્યુ હતુ. અજાણ્યા લૂંટારુંઓ ટ્રકના ડ્રાઈવરને ધોરાજીની વાડીમાં આવેલ મંદિરમાં બંધક બનાવીને ફરાર થઈ ગયા હતા. લૂંટ બાદ બંધક બનેલ ટ્રક ડ્રાઈવર મંદિરની બારી તોડીને બહાર આવ્યો હતો અને બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે હાથ તપાસ હાથ ધરી હતી.

ગોંડલ જય યોગેશ્વર ટ્રેડર્સમાંથી ભરેલ 194 ગુણી જીરૂ જેની અંદાજિત કિંમત રૂપિયા 17 લાખ જેટલી છે અને ટ્રક મળીને કુલ રૂપિયા 18 લાખ 50 હજારના મુદ્દામાલના આ લૂંટના બનાવને લઈને પોલીસે લુટાયેલો માલ અને આરોપીઓને ઝડપી પાડવા માટે દોડધામ શરૂ કરી હતી.