Bhavnagar News/ મહુવાના બીલડી ગામે છાશ લેવા ગયેલા યુવક સાથે બબાલ! દંપતી અને બે પુત્રોનો ચાર કુટુંબી ભાઈઓ પર હુમલો

Mahuva Attack Case: ભાવનગરના મહુવા તાલુકાના બીલડી ગામે છાશ લેવા ગયેલા યુવક સાથે બોલાચાલી બાદ ચાર કુટુંબી ભાઈઓ પર હુમલો થયાની ફરિયાદ નોંધાઈ છે. સામા પક્ષે પણ ફરિયાદ નોંધાવી છે.

Top Stories Gujarat Others
Mahuva Attack Case: મહુવાના બીલડી ગામે ચાર કુટુંબી ભાઈઓ પર હુમલાની ફરિયાદ

Bhavnagar News: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બીલડી ગામે છાશ લેવા ગયેલા યુવક સાથે થયેલી બોલાચાલી બાદ મારામારી (Mahuva Attack Case)નો બનાવ સામે આવ્યો છે. એક દંપતી અને તેમના બે પુત્રો સહિત ચાર વ્યક્તિઓએ ચાર કુટુંબી ભાઈઓ પર હુમલો કરી ઈજા પહોંચાડી હોવાનો આક્ષેપ છે. આ મામલે યુવતીએ ચારેય સામે મહુવા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જોકે, સામા પક્ષે પણ ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Mahuva Attack Case: છાશ લેવા ગયેલા યુવક સાથે બોલાચાલી

ફરિયાદ મુજબ, બીલડી ગામ (Bildi Village Attack)ની ભારતીબેન ભરતભાઈ ધુંધળવાના કુટુંબી ભાઈ સાગરભાઈ દકુભાઈ ધુંધળવા 1 નવેમ્બરના રોજ ગામમાં છાશ લેવા ગયા હતા. તે દરમિયાન યોગેશ બારૈયા, નરેશ બારૈયા અને તેમના માતા-પિતા મગનભાઈ તથા લીલીબેન સાથે બોલાચાલી થઈ હતી.

ચાર કુટુંબી ભાઈઓને માર માર્યાનો આક્ષેપ

આક્ષેપ મુજબ, ચારેય વ્યક્તિઓ ગાળો આપી તલવાર અને છરી લઈને આવ્યા હતા. ત્યારબાદ સાગરભાઈ, ભારતીબેનના બે સગા ભાઈ વિજયભાઈ અને આકાશભાઈ તેમજ શંકરભાઈ જોરુભાઈને ઢીકાપાટુ અને લાકડી વડે માર મારી ઈજા પહોંચાડી (Gujarat Crime News) હતી.

આ ઘટના અંગે ભારતીબેને યોગેશ, નરેશ, મગનભાઈ અને લીલીબેન સામે મહુવા રૂરલ પોલીસ (Mahuva Police)માં ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ, સામા પક્ષે પણ ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: દિવાળી ગિફ્ટમાં મીઠાઈનું બોક્સ ન મળતાં બબાલ: સુરતમાં કોન્ટ્રાક્ટરે ડ્રાઈવરને તમાચો માર્યો

આ પણ વાંચો: નસવાડી પંચાયતમાં અવિશ્વાસની બેઠક પહેલાં જ બબાલ! 3 સભ્યો રૂમમાં બંધ, 8 ગાડીમાં ફસાયા

આ પણ વાંચો: જામનગરમાં ગાડી પર બેસવા જેવી નજીવી બાબતે બબાલ! અનુસૂચિત જાતિના યુવક સહિત પરિવાર પર ચાર શખ્સોનો હુમલો