Ahmedabad News/ અમદાવાદમાં નશામાં ધૂત કારચાલકનો આતંક! ટુ-વ્હીલરને 500 મીટર સુધી ઢસડ્યું

Ahmedabad Drink and Drive: અમદાવાદના ગુરુકુલ વિસ્તારમાં કારચાલકે ટુ-વ્હીલરને ટક્કર મારી આશરે 500 મીટર સુધી ઢસડ્યું હતું. કારમાંથી દારૂની બોટલ મળી હોવાનો દાવો છે અને પોલીસે તપાસ હાથ ધરી છે.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad Drink and Drive: અમદાવાદમાં કારચાલકે ટુ-વ્હીલરને 500 મીટર ઢસડ્યું, દારૂની બોટલ મળી

Ahmedabad News: અમદાવાદના ગુરુકુલ વિસ્તારમાં નશામાં હોવાની આશંકા વચ્ચે કારચાલકે ટુ-વ્હીલરને ટક્કર મારી (Ahmedabad Drink and Drive) તેને આશરે 500 મીટર સુધી ઢસડ્યું હોવાની ઘટના સામે આવી છે. કારચાલક ખાનગી બેન્કનો બ્રાન્ચ મેનેજર હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોએ તેને પકડીને પોલીસને સોંપ્યો હતો. કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Ahmedabad Drink and Drive: ટુ-વ્હીલરને ટક્કર મારી 500 મીટર સુધી ઢસડ્યું

મળતી માહિતી મુજબ, ગુરુકુલ રોડ પર દૂરદર્શન કેન્દ્ર નજીક રાત્રે 9 વાગ્યા બાદ આ ઘટના બની (Gurukul Road Accident) હતી. કારચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારી દૂરદર્શન ટાવર પાસે પાર્ક કરેલા ટુ-વ્હીલરને ટક્કર મારી હતી. ટક્કર બાદ પણ કાર રોકવાને બદલે તે ટુ-વ્હીલરને આશરે 500 મીટર સુધી ઢસડીને લઈ ગયો હતો.

સદનસીબે ટક્કર સમયે ટુ-વ્હીલર પર કોઈ સવાર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે, આ ઘટનાને પગલે રસ્તા પર હાજર લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

કારમાંથી દારૂની બોટલ મળી હોવાનો દાવો

કારચાલકની હરકત જોઈને સ્થાનિક લોકો એકઠા થયા હતા અને તેને સ્થળ પર જ પકડી લીધો હતો. તપાસ દરમિયાન કારમાં ચાલકના પગ પાસેથી દારૂની બોટલ મળી આવી હોવાનું જણાવાયું છે. ત્યારબાદ વસ્ત્રાપુર પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

કારચાલકને પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ મામલે ડ્રિંક એન્ડ ડ્રાઇવ (Drunk Driving Case) હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

નિકોલના અકસ્માતના બે દિવસ બાદ ફરી ઘટના

નોંધનીય છે કે અમદાવાદના નિકોલ વિસ્તારમાં નશામાં હોવાના આક્ષેપ વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયાના બે દિવસ બાદ શહેરમાં ફરી આવી ઘટના સામે આવી (Ahmedabad Crime News) છે. વ્યસ્ત માર્ગ પર ટુ-વ્હીલરને 500 મીટર સુધી ઢસડવાની ઘટનાએ દારૂ પીને વાહન ચલાવવાના જોખમ અંગે ફરી સવાલો ઊભા કર્યા છે.


આ પણ વાંચો: સુરતમાં નશામાં કારચાલકે ડિવાઈડર કૂદાવી બે પાર્ક કારને ઠોકી, ₹70 હજારનું નુકસાન

આ પણ વાંચો: ગાંધીનગર SG હાઇવે પર નશામાં ધૂત નબીરાએ સર્જ્યો અકસ્માત: 4 વાહનો વચ્ચે અકસ્માત બાદ કાર બળીને ખાખ, એક ગંભીર

આ પણ વાંચો: અમદાવાદના નિકોલમાં હચમચાવતો બનાવ: કારચાલકે વૃદ્ધને બોનેટ પર બેસાડી 500 મીટર સુધી કાર દોડાવી