Ahmedabad News/ અમદાવાદના નિકોલમાં હચમચાવતો બનાવ: કારચાલકે વૃદ્ધને બોનેટ પર બેસાડી 500 મીટર સુધી કાર દોડાવી

અમદાવાદના નિકોલ વિસ્તારમાં અકસ્માત બાદ કારચાલકે (Car Driver) સમજાવવા ગયેલા વૃદ્ધને બોનેટ પર બેસાડી લગભગ 500 મીટર સુધી કાર દોડાવ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસે કારના નંબરના આધારે તપાસ શરૂ કરી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
અમદાવાદમાં Car Driverએ વૃદ્ધને બોનેટ પર બેસાડી કાર દોડાવી

Ahmedabad News: અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં અકસ્માત સર્જનાર કારચાલકે (Car Driver) સમજાવવા ગયેલા એક વૃદ્ધને કારના બોનેટ પર બેસાડી ગાડી દોડાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

અકસ્માત બાદ વૃદ્ધને બોનેટ પર બેસાડી Car Driverનો ભાગવાનો પ્રયાસ

માહિતી મુજબ, નિકોલ વિસ્તારમાં આવેલા ખોડિયાર મંદિર પાસે 13 માર્ચે રાત્રે લગભગ 10:30 વાગ્યે GJ-13 CB 2908 નંબરની I-10 કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત પછી એક વૃદ્ધ વ્યક્તિ કારચાલક (Car Driver)ને સમજાવવા માટે આગળ આવ્યા હતા.

આ દરમિયાન કારચાલકે ગાડી રોકવાની જગ્યાએ વૃદ્ધ ઉપર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે વૃદ્ધ વ્યક્તિ પોતાનો બચાવ કરવા માટે કારના બોનેટ પર ચડી ગયા હતા.

Car Driver

બોનેટ પર બેઠેલા વૃદ્ધ સાથે 500 મીટર સુધી કાર દોડાવી

ચોંકાવનારી વાત એ છે કે, વૃદ્ધ બોનેટ પર હોવા છતાં કારચાલકે (Car Driver) ગાડી રોકી નહોતી. બદલે તેણે વૃદ્ધને બોનેટ પર બેસાડીને લગભગ 500 મીટર સુધી કાર દોડાવી હતી.

વાયરલ વીડિયોમાં વૃદ્ધ સિનિયર સિટીઝન કારચાલક (Car Driver)ને કહેતા સાંભળાય છે કે, “હજી કહું છું, કેસ નથી કરવો”, છતાં કારચાલક ગાડીની ઝડપ ઘટાડ્યા વગર આગળ દોડાવતો જોવા મળે છે.

પોલીસ દ્વારા તપાસ શરૂ

આ ઘટના બાદ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી છે. નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એસ. વાઘેલાએ જણાવ્યું કે હાલ સુધી પોલીસ સ્ટેશનમાં કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી.

તેમ છતાં, પોલીસ વાયરલ વીડિયોના આધારે અને કારના નંબરના આધારે તપાસ કરી રહી છે. સાથે ટ્રાફિક પોલીસ પણ કારચાલકની ઓળખ અને તેની શોધખોળ માટે પ્રયાસ કરી રહી છે.

લોકોમાં ચિંતા અને રોષ

આ ઘટના સામે આવતા સ્થાનિક લોકોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. શહેરના વ્યસ્ત વિસ્તારમાં આવી રીતે બેદરકારીપૂર્વક વાહન હંકારીને વૃદ્ધના જીવને જોખમમાં મૂકવાની ઘટનાએ માર્ગ સુરક્ષા અને કાયદા-વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે. હવે પોલીસ તપાસમાં કારચાલકની ઓળખ બહાર આવે છે કે નહીં અને તેના સામે કાયદેસરની કાર્યવાહી થાય છે કે નહીં તે જોવાનું રહેશે.


આ પણ વાંચો:અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જ્યો, નશામાં ધૂત BMW કારના ચાલકની અટકાયત

આ પણ વાંચો:અમદાવાદમાં BRTS ટ્રેક પર ગૌવંશની તસ્કરી કરતી કારનો ભયંકર અકસ્માત

આ પણ વાંચો:અમદાવાદમાં TET-1ના બે પરીક્ષાર્થીને અકસ્માત: મેથ્સ પેપર અઘરું લાગતાં ઉમેદવારો મૂંઝવણમાં