#Gandhinagarnews/ ગાંધીનગર SG હાઇવે પર નશામાં ધૂત નબીરાએ સર્જ્યો અકસ્માત: 4 વાહનો વચ્ચે અકસ્માત બાદ કાર બળીને ખાખ, એક ગંભીર

Gandhinagar news: પાટનગર ગાંધીનગરના એસ.જી. હાઇવે (Gandhinagar S.G Highway)પર મોડી રાત્રે રફતાર અને નશાના રોમાંચે નિર્દોષ વાહનચાલકોના જીવ તાળવે ચોંટાડી દીધા હતા. સરગાસણ બ્રિજ નજીક દારૂના નશામાં ધૂત નબીરાઓએ બેફામ ગતિએ કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો. જેમાં એક વ્યક્તિને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખડેસવામાં આવી છે. Gandhinagar S.G Highway પર મોડી રાત્રે નબીરાઓએ બેફામ […]

Gujrat Gandhinagar Breaking News
Gandhinagar

Gandhinagar news: પાટનગર ગાંધીનગરના એસ.જી. હાઇવે (Gandhinagar S.G Highway)પર મોડી રાત્રે રફતાર અને નશાના રોમાંચે નિર્દોષ વાહનચાલકોના જીવ તાળવે ચોંટાડી દીધા હતા. સરગાસણ બ્રિજ નજીક દારૂના નશામાં ધૂત નબીરાઓએ બેફામ ગતિએ કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો. જેમાં એક વ્યક્તિને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખડેસવામાં આવી છે.

Gandhinagar S.G Highway પર મોડી રાત્રે નબીરાઓએ બેફામ

રગાસણ બ્રિજ નજીક દારૂના નશામાં ધૂત નબીરાઓએ દારૂના નશામાં બેફામ ગતિએ કાર ચલાવી અકસ્માત (Road Accident) સર્જ્યો હતો. આ ઘટનામાં અન્ય ત્રણ વાહન પણ ચપેટમાં આવ્યા હતા જેથી તે વાહનમાં પણ નુકશાન થયું હતું. જેમાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. કારચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા એક પછી એક એમ 4 વાહનો વચ્ચે પ્રચંડ અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે અકસ્માત સર્જનાર કાર મિનિટોમાં જ સળગીને રાખ થઈ ગઈ હતી.

રફતારનો આતંક: EV અને ઇનોવા સહિત 4 વાહનો કચડાયા

ઘટનાની વિગતો મુજબ, સરગાસણ બ્રિજ નજીકથી એક કાર ફૂલ સ્પીડમાં પસાર થઈ રહી હતી. દારૂના નશામાં ચૂર કારચાલકે આગળ જઈ રહેલી એક ઇલેક્ટ્રિક કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે ઇલેક્ટ્રિક કાર હવામાં ફંગોળાઈને તેની આગળ ચાલતી ટોયોટા ઈનોવા કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ચેઈન રિએક્શનમાં અન્ય એક વાહન પણ લપેટામાં આવી ગયું હતું. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માત સર્જાયાની ગણતરીની મિનિટોમાં જ અકસ્માત કરનાર ક્રેટા કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી.દનસીબે કારમાં સવાર લોકો સમયસર બહાર કૂદી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી.

ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ (Fire Brigade)ની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી અને કારમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માતને પગલે હાઇવે પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. આ અંગે ગાંધીનગર ટ્રાફિક પીઆઈ પી. પી. પરમારે જણાવ્યું હતું કે, “અકસ્માતની જાણ થતાં જ ટ્રાફિક પોલીસની ટીમ તુરંત હાઇવે પર પહોંચી ગઈ હતી અને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માત સર્જનાર નશાખોર ચાલક સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: ગાંધીનગરમાં ગેસની મુખ્ય પાઇપલાઈનમાં આગથી દોડધામ, લોકો સુરક્ષિત સ્થળે ખસ્યા

આ પણ વાંચો:  ગાંધીનગરમાં ઘ-0 બ્રિજ પાસે અકસ્માત, બે યુવકોના કરુણ મોત, એક ગંભીર

આ પણ વાંચો: ગીતામંદિર વિસ્તારમાં ગેસ એજન્સીમાં આગનો બનાવ, ફાયર બ્રિગેડે સમયસર કાબૂ મેળવી મોટી દુર્ઘટના ટાળી