Gandhinagar News/ ગાંધીનગરમાં ગેસની મુખ્ય પાઇપલાઈનમાં આગથી દોડધામ, લોકો સુરક્ષિત સ્થળે ખસ્યા

Gandhinagar Gas Fire: ગાંધીનગરના કુડાસણ-પોર રોડ પર ગેસની મેઇન પાઇપલાઈનમાં ભીષણ આગ લાગતા ફાયર વિભાગની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી. ગેસ સપ્લાય બંધ કરી આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરાઈ.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Gandhinagar Gas Fire: કુડાસણ-પોર રોડ પર ગેસ લાઇનમાં આગ, ફાયર વિભાગની બે ગાડીઓ ઘટનાસ્થળે

Gandhinagar News: ગાંધીનગર શહેરના કુડાસણથી પોર તરફ જતા માર્ગ પર ગેસ (Gandhinagar Gas Fire)ની મુખ્ય પાઇપલાઈનમાં લાગેલી આગને કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી શરૂ કરી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.

Gandhinagar Gas Fire: ગેસ લાઈનમાં આગ

પ્રાથમિક માહિતી અનુસાર, ગેસ (Gandhinagar Gas Fire)ની મેઇન લાઈનમાં અચાનક જોરદાર અવાજ સાથે આગ ભભૂકી ઊઠી હતી. પ્રાથમિક તબક્કે ગેસ લીકેજ અથવા ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આગનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

આગની જ્વાળાઓ ઊંચી ઉઠતા આસપાસના વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓએ પોતાના જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળે દોડી જવું પડ્યું હતું. ઘટનાના કારણે થોડા સમય માટે વિસ્તારમાં ભય અને ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.

ફાયર કંટ્રોલ રૂમને જાણ મળતા જ બે ફાયર ટેન્ડર અને અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ સૌપ્રથમ ગેસ કંપનીના અધિકારીઓ સાથે સંપર્ક કરી પાઇપલાઇનનો મુખ્ય ગેસ (Gandhinagar Gas Fire) પુરવઠો બંધ કરાવ્યો હતો, જેથી આગ વધુ ન ફેલાય.

ગેસ સપ્લાય બંધ થયા બાદ ફાયર વિભાગે સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસો શરૂ કર્યા હતા. સાથે જ ગેસ કંપનીના એન્જિનિયરો પણ સ્થળ પર પહોંચી તકનિકી તપાસમાં જોડાયા હતા.

સ્થાનિક લોકોએ ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ સાથે જણાવ્યું છે કે ગેસ (Gandhinagar Gas Fire) પાઇપલાઇનોની નિયમિત સુરક્ષા ચકાસણી અને સેફ્ટી ઓડિટ કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય. હાલ તંત્ર સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યું છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ કરી રહ્યું છે.


આ પણ વાંચો:જુનાગઢમાં ગેસ પાઇપલાઈનમાં જોરદાર બ્લાસ્ટ, ઘરવખરી બળીને ખાખ

આ પણ વાંચો:ગેસ પાઇપ લાઇન લીકેજ થતાં લાગી આગ,કોઇ જાનહાનિ નહીં

આ પણ વાંચો:રાણપુરમાં મોડી રાત્રે વગર મંજૂરી ગેસપાઇપનું કામ શરૂ કરતાં ખેતરમાં ઘૂસી આવેલા માણસોને ખેડુતોએ ભગાડ્યા