Breaking News/ ગીતામંદિર વિસ્તારમાં ગેસ એજન્સીમાં આગનો બનાવ, ફાયર બ્રિગેડે સમયસર કાબૂ મેળવી મોટી દુર્ઘટના ટાળી

અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં ગેસ લીકેજના કારણે ગેસ એજન્સી (Gas Agency Fire)માં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીથી આગ કાબૂમાં આવી અને કોઈ જાનહાનિ થઈ નથી.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Gas Agency Fire: ગેસ એજન્સીમાં ભભૂકી આગ, 70 જેટલા બાટલા બહાર કાઢાયા

Breaking News: અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં આરોગ્ય ભવન સામે આવેલી ગેસ એજન્સી (Gas Agency Fire)માં ગેસ લીકેજ બાદ થયેલા બ્લાસ્ટ અને આગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરીના કારણે વધુ મોટી દુર્ઘટના ટળી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગેસ એજન્સી (Gas Agency Fire)માં રહેલા એક ગેસ સિલિન્ડરમાં લીકેજ થતાં આગ લાગી હતી. આગ લાગ્યા બાદ જોરદાર ધડાકો થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Gas Agency Fire: ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહી

આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ત્રણથી વધુ ગાડીઓ, પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. આગ ઝડપથી ફેલાઈ રહી હોવાથી ફાયર બ્રિગેડે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી.

ગેસ એજન્સી (Gas Agency Fire)માં કોમર્શિયલ તેમજ ઘરેલુ ઉપયોગ માટેના અંદાજે 60થી 70 જેટલા ગેસ બાટલાઓ સંગ્રહિત હતા. આગ વધુ વિકરાળ ન બને તે માટે ફાયર બ્રિગેડે તમામ બાટલાઓને સલામત રીતે બહાર કાઢીને તેમના પર સતત પાણીનો છંટકાવ કર્યો હતો.

આગનું સ્વરૂપ ગંભીર બનતા આસ્ટોડિયા દરવાજાથી ગીતામંદિર બસ સ્ટેન્ડ તરફ જતો મુખ્ય માર્ગ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને લોકોને સુરક્ષિત અંતરે ખસેડવામાં આવ્યા હતા.

ઘટનામાં ગેસ એજન્સી (Gas Agency Fire) સાથે સંકળાયેલા આકાશ ભાવસાર સહિત બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિની માહિતી મેળવી હતી. પ્રાથમિક તપાસમાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થતાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે.ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગ દ્વારા ઘટનાના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. સમયસરની કામગીરીના કારણે મોટી જાનહાનિ અને વધુ નુકસાન ટળ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.


આ પણ વાંચો:અમદાવાદમાં કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ

આ પણ વાંચો:અમદાવાદમાં ગરીબોના આશિયાના પર તૂટી પડી આફત, 200 ઝૂંપડાઓ વચ્ચે લાગી વિકરાળ આગ

આ પણ વાંચો:અમદાવાદના ગુલબાઈ ટેકરા પાસે વનિકરણ પ્લોટમાં આગ, ફાયર વિભાગે સમયસર કાબૂ મેળવ્યો