Ahmedabad News/ અમદાવાદમાં ગરીબોના આશિયાના પર તૂટી પડી આફત, 200 ઝૂંપડાઓ વચ્ચે લાગી વિકરાળ આગ

અમદાવાદના (Ahmedabad) વિશાલા સર્કલથી શાસ્ત્રી બ્રિજ જવાના રોડ પર મેટ્રો ડેપો પાસે આવેલા 60 થી 70 ઝૂંપડાઓમાં ભીષણ આગ લાગી છે. ફાયર બ્રિગેડની 8 ગાડીઓ દ્વારા ચાલી રહેલા રેસ્કયૂ ઓપરેશન વિશે વાંચો.

Top Stories Ahmedabad Gujarat Breaking News
ahmedabad-shastri-bridge-fire-incident

Ahmedabad Vishala Fire News 2026: અમદાવાદ શહેરમાંથી એક અત્યંત ચિંતાજનક અને મોટી હોનારતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના વિશાલા સર્કલથી શાસ્ત્રી બ્રિજ તરફ જવાના રોડ ઉપર, મેટ્રો ડેપો નજીક આવેલા શ્રમિકોના ઝૂંપડાઓમાં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી છે. આગ એટલી વિકરાળ છે કે જોતજોતામાં અંદાજે 60 થી 70 જેટલા ઝૂંપડાઓ તેની લપેટમાં આવી ગયા છે. આ દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 8 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

આસપાસ 200 જેટલા ઝૂંપડાઓ, આગ વધુ વિકરાળ બની

મળતી પ્રાથમિક માહિતી અનુસાર, જે વિસ્તારમાં આ ભયાનક આગ લાગી છે ત્યાં મેટ્રો ડેપો નજીક અંદાજે 200 જેટલા ગીચ ઝૂંપડાઓ આવેલા છે:

પવનના લીધે આગ ખૂબ જ ઝડપથી એક ઝૂંપડામાંથી બીજા ઝૂંપડામાં પ્રસરી રહી છે અને તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે.

હવામાં ઉંચે સુધી ઉઠી રહેલા કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂરથી જોઈ શકાય છે. ફાયર ફાઈટર્સની ટીમ દ્વારા આસપાસના અન્ય ઝૂંપડાઓ સુધી આગ ન પહોંચે તે માટે સતત પાણીનો (Ahmedabad) મારો ચલાવવામાં આવી રહ્યો છે. ઝૂંપડાઓમાં રહેતા ગરીબ પરિવારો અને માસૂમ બાળકો પોતાના જીવ બચાવવા માટે ઘરની બહાર દોડી આવ્યા હતા.

આગનું કારણ અકબંધ, અફરાતફરીનો માહોલ(Ahmedabad)

આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સત્તાવાર રીતે જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ અથવા ગેસ સિલિન્ડર બ્લાસ્ટના કારણે આ દુર્ઘટના બની હોવાની આશંકા સેવાઈ રહી છે. ગીચ વસ્તી હોવાના કારણે ફાયર બ્રિગેડના જવાનોને અંદર સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં ઘટનાસ્થળ અને તેની આસપાસના રોડ પર ભારે અફરાતફરી અને નાસભાગનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ કાફલો પણ ટ્રાફિક વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા(Ahmedabad)  જાળવવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયો છે.

ગ્યાસપુર મેટ્રો સ્ટેશન નજીક ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ

અમદાવાદ શહેરના ગ્યાસપુર મેટ્રો સ્ટેશન નજીક આવેલા ઝૂંપડાઓમાં આજે (10 જૂન) બપોરના સમયે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે થોડા જ સમયમાં 120થી વધુ ઝૂંપડાઓ તેની ઝપેટમાં આવી ગયા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, ફતેવાડી કેનાલ નજીક આવેલા આ વિસ્તારમાં અંદાજે 200 જેટલા ઝૂંપડાઓ આવેલા છે. આગ લાગતાં જ સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સમયસર ચેતવણી મળતા ત્યાં રહેતા લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા.

ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 16 જેટલી ગાડીઓ(Ahmedabad)  તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. લાંબી જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.

સદનસીબે, આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ (Ahmedabad) નોંધાઈ નથી. અંદાજે 150થી 200 લોકો સમયસર બહાર નીકળી જતા મોટી દુર્ઘટના ટળી હતી. હાલ ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો: અમદાવાદમાં એસજી હાઇવે પર આવેલા બિલ્ડિંગમાં આગ લાગી

આ પણ વાંચો: અમદાવાદના જીવરાજ પાર્કમાં આવેલી બિલ્ડિંગમાં આગ લાગતા ભયનો માહોલ

આ પણ વાંચો: અમદાવાદમાં ગોડાઉનમાં ભીષણ આગ, જોધપુર BRTS પાસે દોડ્યું ફાયરબ્રિગેડ