Health Bulletin/ નાઈટ્રોજન ધરાવતા ‘સ્મોકી પાન’ ખાધા બાદ 12 વર્ષની છોકરીને પેટમાં ઉપડ્યો ભયંકર દુઃખાવો, તપાસમાં સામે આવી ચોંકાવનારી માહિતી

બેંગલુરુની એક 12 વર્ષની છોકરીને પ્રવાહી નાઈટ્રોજન ધરાવતા ‘સ્મોકી પાન’ નો અનુભવ ખુબ જ ખરાબ રહ્યો. સ્મોકી પાન ખાધા બાદ સર્જરી કરાવી પડી.

Top Stories India

બેંગલુરુની એક 12 વર્ષની છોકરીએ પ્રવાહી નાઈટ્રોજન ધરાવતા ‘સ્મોકી પાન’ નો અનુભવ ખુબ જ ખરાબ રહ્યો. છોકરીને સ્મોકી પાન ખાધા બાદ ગેસ્ટ્રો સર્જરી કરાવી પડી. પાન ખાધા બાદ છોકરીને શરૂઆતમાં પેટમાં તીવ્ર દુખાવો અનુભવ થયો. દુખાવો વધતા છોકરીના પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા. અહીંના તબીબોએ જ્યારે આ છોકરીની તપાસ કરી. આ પછી જે વાત સામે આવી ત્યારે છોકરીના પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. તપાસ કરી રહેલ ડોક્ટરે જણાવ્યું કે છોકરીના પેટમાં કાણું છે.

‘સ્મોકી પાન’ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ આઇટમ બેંગલુરુના વિવિધ સ્ટોલ પર સરળતાથી ઉપલબ્ધ છે. મીડિયા અહેવાલ મુજબ છોકરીએ પાન ખાવના અનુભવનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે “હું અન્ય લોકોની જેમ સ્મોકી પાન ખાવાના અનુભવમાં જોડાવા માંગતી હતી પરંતુ તે ખાધા પછી તરત જ, મને અસ્વસ્થતાનો અનુભવ થવા લાગ્યો. પેટમાં તીવ્ર પીડા થવા લાગી.” પોતાનો અનુભવ શેર કરતા કહે છે કે આ પાન ખાધા પછી તેને પેટમાં તીવ્ર દુખાવો ઉપડ્યો.

બેંગલુરુમાં રહેતી આ 12 વર્ષીય છોકરી તેના પરિવાર સાથે લગ્નના રિસેપ્શનમાં ગઈ હતી, જ્યાં તેણે સ્મોકી પાન ખાધું હતું. ત્યારબાદ તેને અચાનક પેટમાં દુખાવો ઉપડયો અને ડોક્ટરની મુલાકાત લીધી. યુવતીના પેટમાં દુખાવાનું કારણ જાણવા ડોક્ટરોએ ઈન્ટ્રાઓપરેટિવ ઓજીડી કરાવ્યું હતું. જેમાં બાળકીના પેટના નીચેના ભાગમાં કાણું હોવાનું બહાર આવ્યું હતું. આ પછી, ડૉક્ટરોએ સર્જરી કરી અને ચેપગ્રસ્ત ભાગને દૂર કર્યો. બાળકીને 6 દિવસ હોસ્પિટલમાં રાખ્યા બાદ રજા આપવામાં આવી હતી. જણાવી દઈએ કે બાળકીનું ઓપરેશન બેંગલુરુની નારાયણા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.

આ ઘટના સામે આવ્યા બાદ ડોક્ટરે જણાવ્યું કે આવી અલગ-અલગ ઘટનાઓને પુનરાવર્તિત થતી અટકાવવા માટે આપણે તેને તાત્કાલિક સંબોધિત કરવી જોઈએ. હાલમાં સ્મોકી પાન ખાધા બાદ 12 વર્ષીય છોકરીની તબિયત બગડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે છ દિવસ હોસ્પિટલમાં દાખલ થયેલ 12 વર્ષીય બાળકીને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. વધુમાં ડોક્ટરે જણાવ્યું કે અગાઉ પણ આવો કેસ જોવા મળ્યો હતો. 2017માં આવી જ રીતે ગુરુગ્રામમાં એક વ્યક્તિએ લિક્વિડ નાઈટ્રોજન યુક્ત પીણું પીધું હતું. આ પછી તેના પેટમાં દુખાવો શરૂ થયો. તપાસમાં જાણવા મળ્યું કે વ્યક્તિના પેટમાં કાણું હતું. ડોક્ટર કહે છે કે હાલમાં આવી એકાદ બે ઘટનાઓ સામે આવી રહી છે. પરંતુ આ ઘટનાઓ આગામી સમય માટે ચેતવણીરૂપ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ‘ભગવાન જગન્નાથ PM મોદીના ભક્ત’ નિવેદનનો વીડિયો વાયરલ થતા ભાજપ નેતા સંબિત પાત્રાએ માંગી માફી

આ પણ વાંચો: મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં ચુકાદો

આ પણ વાંચો: PM મોદી અને રાહુલ ગાંધી સહિત દિગ્ગજ નેતાઓએ રાજીવ ગાંધીને આપી શ્રદ્ધાંજલિ