રાજકોટ માર્કેટ યાર્ડમાં આગામી તા.2 ડીસેમ્બરના રોજ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે જેમાં આ બે પાડો માટે અનેક નામો ચર્ચાતા હોય તેવું જોવા મળી રહ્યું છે . જેમાં પરસોત્તમ સાવલિયાનું નામ તેમજ યુવા તરીકે વિજય કોરાટ, જીતુ સખીયા, જયેશ બોઘરા અને સ્થાનિક તરીકે કેશુભાઇ નંદાણિયાનો સમાવેશ થતો જોવા મળી રહ્યો છે .
આ પણ વાંચો :વર્લ્ડ મીડિયા / કૃષિ કાયદાના પરત ખેચતા વિશ્વ મીડિયાએ કહ્યુ,- PM મોદી નરમ પડ્યા, સરકાર ઝૂકી
રાજકોટ માર્કેટ યાર્ડ અગાઉ14 બેઠકોની ચૂંટણી થઈ હતી. રૂપાંતર વિભાગની બે બેઠકો અગાઉ બિનહરીફ થઈ હતી. ચૂંટણીમાં જયેશ રાદડિયા જૂથે સપાટો બોલાવીને ખેડૂત વિભાગની તમામ બેઠકો પર વિજય વાવટો ફરકાવ્યો હતો. આ દરમિયાન નવા હોદ્દેદારોની ચૂંટણીની પ્રક્રિયા શક્ય બની ન હતી. દિવાળીના તહેવારો બાદ તુર્ત ચૂંટણીની ધારણા હતી. જો કે તેમાં પણ મોડું થયુ છે.
આ પણ વાંચો :સુરેન્દ્રનગર / ચોટીલામાં કાર્તિકી પુર્ણિમાએ મા ચામુંડાના દર્શન કરવા લાખો લોકો ઊમટ્યા
ત્યારે હવે માર્કેટયાર્ડના સુકાનીઓની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તિરથાણીએ તા. 2 ડીસેમ્બર ગુરૂવારે સવારે 11 વાગ્યાનો સમય નકકી કર્યાનું જાણવા મળે છે. ચૂંટણી જાહેર થતા ભાજપમાં આંતરિક રાજકીય માહોલ ગરમાવવાનો શરૂ થયો છે. ચેરમેન પદ માટે પાંચ નામોની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે
