ભચાઉ/ મામલતદાર કચેરીનો ક્લાર્ક અઢી હજારની લાંચ લેતા ઝડપાયો

તાલુકા મથક ભચાઉ ખાતેની મામલતદાર કચેરી માં છેલ્લા બે વર્ષથી કલાર્કની ખુરશી સંભાળતા પીયૂષ બી. વરમોરાએ અરજદાર પાસેથી સોલ્વન્સી પ્રમાણપત્રો કાઢી આપવા બદલ રૂ. 2500ની લાંચ માંગી હતી.

Gujarat Others
મામલતદાર કચેરી

ભચાઉ મામલતદાર કચેરી ખાતે પાટણ ACBની ટીમ દ્વારા છટકું ગોઠવી અરજદાર પાસે રૂ. 2500ની લાંચની માંગણી કરનાર ફરજ પરના ક્લાર્કને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો.

આજે બુધવારે તાલુકા મથક ભચાઉ ખાતેની મામલતદાર કચેરી માં છેલ્લા બે વર્ષથી કલાર્કની ખુરશી સંભાળતા પીયૂષ બી. વરમોરાએ અરજદાર પાસેથી સોલ્વન્સી પ્રમાણપત્રો કાઢી આપવા બદલ રૂ. 2500ની લાંચ માંગી હતી. પાટણ ACB પીઆઇ જેપી સોલંકીએ તેમની ટીમ દ્વારા આજે ભચાઉ મામલતદાર કચેરી ખાતે છટકું ગોઠવી આરોપીને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. કચ્છ ACB ડિરેક્ટર કે.એચ.ગોહિલે આ ટ્રેપને સફળ બનાવવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ભચાઉ મામલતદાર કચેરીમાં અનેક વિભાગમાં ભ્રષ્ટાચાર આચરતો હોવાની ફરિયાદો અરજદારો દ્વારા કરવામાં આવતી હતી. તે પગલાં લેવામાં આવ્યા છે.

ઉલેખનીય છે કે રાયમાં અવારનવાર ACB  દ્વારા છટકું ગોઠવીને લાંચિયા અધિકારીને ખુલ્લા પાડવામાં આવે છે. છતાય આવા લાંચિયા અધિકારી બિન્દાસ નાના મોટા કામો માટે અરજદાર પાસેથી મોટી રકમ લાંચ સ્વરૂપે પડાવતા જોવા મળે છે.