સુરતમાં વધુ એક બાળકી ગુમ થતા પોલીસ દોડતી થઈ હતી. પાંડેસરા વિસ્તારમાં એક અઢી વર્ષની બાળકી ગુમ થઈ હતી. બાળકીના પિતા દ્વારા પાંડેસરા પોલીસ મથકમાં જાણ કરતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. પાંડેસરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીનો ટીમ અને જીસીબી અને ડીસીપીની શાખા સહિત 250 ટીમ બાળકીને શોધવા માટે કામે લાગી હતી.. જો કે 14 કલાકની ભારે જહેમત બાદ સુરત પોલીસને હેમખેમ રીતે બાળકી મળી આવતાં રાહતનો શ્વાસ લીધો હતો..
સુરતમાં વધુ એક બાળકી ગુમ
પરિવારે પોલીસને કરી હતી જાણ
14 કલાક બાદ બાળકી મળી આવી
પાંડેસરા વિસ્તારમાં બની ઘટના
સુરતના પાંડેસરા વિસ્તારમાં ગુમ થયેલી બાળકીને પોલીસે શોધી કાઢી હતી. આખરે ૧૪ કલાકની મહેનત બાદ પોલીસને બાળકીની ભાળ મળતાં રાહતનો શ્વાસ લીધો છે. સુરત બાળકો ગૂમ થવાના બનાવો અવાર-નવાર વખત બની રહ્યા છે ત્યારે વધુ એક બનાવ પાંડેસરા વિસ્તારમાં બનતા સુરત પોલીસ દોડતી થઇ ગઇ હતી પાંડેસરા વિસ્તારમાં રહેતા ભોળાભાઈ ચૌધરીની અઢી વર્ષની દીકરી ઘરે રમતા રમતા ગુમ થઈ હતી. બનાવને પગલે પરિવાર દ્વારા શોધખોળ હાથ ધરી હતી.
પરંતુ બાળકી મળી આવી હતી બાદમાં મોડી રાતે બાળકીના પિતા દ્વારા પાંડેસરા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. પાંડેસરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીનો ટીમ અને જીસીબી અને ડીસીપી ની શાખા સહિત 250 ટીમ બાળકને શોધવા માટે કામે લાગી હતી. ૧૪ કલાકની ભારે સુરત પોલીસને હેમખેમ રીતે બાળકી મળી આવતાં રાતનો શ્વાસ લીધો હતો. નાતો બાળકીનું અપહરણ થયું હતું માત્ર ને માત્ર બાળકી ગુમ થઈ હતી. બાળકી રમત રમત ઘરથી દૂર ચાલી ગઈ હતી અને ઘરે પરત ફરવાનો રસ્તો ભૂલી ગઈ હતી. ત્યારે બાકીના ઘરથી એક કિલોમીટરના અંતરે રહેતા એક પરિવારને પાર્કિંગમાં થી આ બાળકી મળી આવી હતી. જેને લઇને મોડી રાત્રે પતિ પત્ની દ્વારા બાળકીને લઈને પોતાના ઘરે જતા રહ્યા હતા.
સવારમાં પરિવારજનોને આ અંગેની જાણ થતા તુરંત જ પોલીસનો સંપર્ક કર્યો હતો અને ત્યાર બાદ હેમખેમ રીતે બાળકીને પોલીસને સોંપવામાં આવી હતી આ સમગ્ર મામલે બાળકીના પરિવારજનોને બાળકી એમ રીતે સોંપવામાં આવતા જ પોલીસનો અને બાળકીને ઘરે લઈ જનાર પરિવારનો પણ આભાર માન્યો હતો.
મહત્વની વાત એ છે કે સુરતના પાંડેસરા વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર ગણાય છે ત્યારે બાળકો ગૂમ થવાના બનાવો પણ સતત વધી રહ્યા છે ત્યારે લોકોમાં જાગૃતિનો અભાવ પણ જોવા મળી રહ્યો છે.
જો રાષ્ટ્રપતિ ઝેલેન્સકી રાજીનામું આપે તો શું સિવિલ વોર શરૂ થશે ?
Gujarat Budget 2022/ વૃધ્ધોને પેન્શન, ગામડાઓને ફ્રી વાઈફાઈ, વિદ્યાર્થીઓને 1 લાખ સહાય, આવું છે ગુજરાત સરકારનું બજેટ
AMC/ મ્યુનિ.ના સત્તાવાળાઓ અને અધિકારીઓ કોનાથી ડરે છે ? પાસ પ્રથાની જરૂર છે ?
University Exam/ ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા આ તારીખથી થશે શરૂ
