યુક્રેન યુદ્ધમાં એક ટોચના રશિયન સૈન્ય કર્મચારીઓનું મૃત્યુ થયું છે. એક અહેવાલ મુજબ, રશિયન સેન્ટ્રલ મિલિટરી ડિસ્ટ્રિક્ટના 41મા સંયુક્ત આર્મ્સ ફોર્સના ડેપ્યુટી કમાન્ડર આન્દ્રે સુખોવત્સ્કી 2 માર્ચે લડાઇમાં માર્યા ગયા હતા.
યુક્રેનિયન મીડિયા અનુસાર, સુખોત્સ્કી ઓક્ટોબર 2021 થી નોવોસિબિર્સ્કમાં કામગીરીની દેખરેખ રાખી રહ્યો હતો. અહેવાલો અનુસાર, આન્દ્રે સુખોત્સ્કી મેજર જનરલના રેન્કના અધિકારી હતા. જોકે રશિયન સેનાએ અત્યાર સુધી સુખોવત્સ્કીના મોત અંગે કોઈ માહિતી આપી નથી.
રશિયન ભૂતપૂર્વ સૈનિકોએ આન્દ્રે સુખોત્સ્કીના મૃત્યુ વિશે કહ્યું છે કે, અમે સુખોવત્સ્કીના મૃત્યુથી ખૂબ જ દુઃખી છીએ. અમારા મિત્રો યુક્રેનમાં વિશેષ લશ્કરી કાર્યવાહીમાં માર્યા ગયા છે.
ફેક્ટ-ચેકિંગ વેબસાઇટ બેલિંગકેટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ક્રિસ્ટો ગ્રોજેવે મૃત્યુના સમાચારને ટ્વિટ કરીને કહ્યું કે જો પુષ્ટિ થાય તો તે રશિયન સૈન્ય માટે એક વિશાળ ડિમોટિવેટર હશે
આ પણ વાંચો:/શું રાષ્ટ્રપતિ પુતિન આ યુદ્ધ જીતી જશે તો યુક્રેનિયનના દીલ જીતી શકશે…?…
રશિયાના હુમલા સામે યુક્રેનના જોરદાર પ્રતિકાર બાદ હવે સવાલ ઉઠી રહ્યો છે કે જો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ યુદ્ધ જીતી જશે તો પણ શું તેઓ પોતાના પાડોશી પર સંપૂર્ણ રીતે શાસન કરી શકશે. અને પોતાના સ્વજનોના બલિદાનને યુક્રેનિયન ભૂલી દુશ્મન દેશના શાસનમાં રાહતનો શ્વાસ લઇ શકશે.? જેને તમારું ઘર ઉજાડ્યુ છે તેના પડછાયામાં જીવી શકશો ? આવા કેટલાય સવાલો છે જેનો કોઈ જવાબ નથી. જો રાષ્ટ્રપતિ પુતિન આ યુદ્ધ જીતે છે તો પણ યુક્રેનીયાનોના દિલ ક્યારેય નહિ જીતી શકે. પુતિન આબાદ હસતા રમતા દેશને કબરમાં ફેરવી તેની ઉપર રાજ કરવાના સપના જોઈ રહ્યા છે. પરંતુ કબરોમાં રહેલા કયારેય ફરીને પાછા નથી આવતા…
કેનેડાની ન્યુફાઉન્ડલેન્ડ મેમોરિયલ યુનિવર્સિટીના ડૉ. એન્ટોન ઓલેનિકના જણાવ્યા અનુસાર, દેશનું શાસન કેટલું સારું છે તે તેની સંસ્કૃતિ પર આધારિત છે. નિષ્ણાતો યુક્રેનિયન અને રશિયન શક્તિને અલગ રીતે માને છે. શિક્ષિત અને સમૃદ્ધ યુક્રેનિયનો સત્તાના વિતરણમાં અસમાનતા પ્રત્યે ખાસ કરીને ઓછી સહનશીલતા ધરાવે છે. યુક્રેનમાં પુતિનનું સંભવિત શાસન સમસ્યારૂપ છે કારણ કે સંપૂર્ણ સત્તાનો સ્વીકાર યુક્રેનિયન સંસ્કૃતિ ક્યારેય સહન નહિ કરે.
