Vadodara News:નવા વર્ષના પ્રારંભે વડોદરાવાસીઓ માટે મુશ્કેલીના સંકેત દેખાઈ રહ્યા છે.વડોદરામાં સિટી બસ સેવા સ્થગિત થઈ શકે છે તેવા સંકેતો મળી રહ્યા છે. કોન્ટ્રાક્ટરે (Contractor) નવા વર્ષથી સિટી બસ સેવા બંધ કરવાની ધમકી આપી છે. આ મામલે, વડોદરા સિટી બસ કોન્ટ્રાક્ટરે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ને કાનૂની નોટિસ ફટકારી છે. VMC એ કોન્ટ્રાક્ટરને રૂ. 3.50 કરોડની બાકી રકમ ચૂકવી નથી, જેના કારણે કોન્ટ્રાક્ટરે નોટિસ ફટકારી છે.
VMCએ બે મહિનાથી બિલ ન ચૂકવાયું હોવાનો સંચાલકનો આક્ષેપ

વિનાયક લોજિસ્ટિક્સના નરેન્દ્ર રાણા દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને (VMC) નોટિસ મોકલવામાં આવી હતી. નોટિસ અનુસાર, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને છેલ્લા બે મહિનાથી ચૂકવણી કરી નથી, જેના કારણે રૂ. 3.50 કરોડની મોટી રકમ બાકી છે. નોંધનીય છે કે વડોદરા સિટી બસ સેવામાં 550 કર્મચારીઓ કામ કરે છે, અને દરરોજ 80,000 થી વધુ લોકો સિટી બસોમાં મુસાફરી કરે છે.વિનાયક લોજિસ્ટિક્સે 1 જાન્યુઆરી સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. જો બાકી રકમ ચૂકવવામાં નહીં આવે તો 1 જાન્યુઆરી, 2026 થી વડોદરામાં (Vadodara) સિટી બસ સેવા સ્થગિત કરવાની ધમકી આપી છે.

વિનાયક લોજિસ્ટિક્સના નરેન્દ્ર રાણા અનુસાર 2017 માં વડોદરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં સિટી બસ (City bus) સેવાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે, સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાંથી કોન્ટ્રાક્ટ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને ટ્રાન્સફર કરવા અંગે ચર્ચાઓ ચાલી રહી છે. આ ટ્રાન્સફર માટેની ફાઇલ 25 દિવસ પહેલા મંજૂરી માટે સબમિટ કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે જો તેમને લેખિત ગેરંટી મળે તો પણ તેઓ બસ સેવા ચાલુ રાખવા માટે તૈયાર છે.
આ પણ વાંચો:વડોદરામાં આઈટીએમ વોક્લ યુનિવર્સિટીના બસ ચાલકની બેકરકા, જુઓ આ વીડિયો
આ પણ વાંચો:એસટીમાં રોજ દસ લાખ લોકો વેબસાઇટની વિઝિટ લે છે, 1.42 લાખ ટિકિટ ઓનલાઇન બૂક કરે છે
આ પણ વાંચો:ગુજરાત સરકારની 31 નગરપાલિકાઓને સિટી સિવિક સેન્ટર્સની ભેટ
