વલસાડ/ તિથલ દરિયો બન્યો તોફાની : માછીમારોને દરિયો ન ખેડવાની અપીલ

વલસાડ જિલ્લા કલેકટર દ્વારા પણ દરિયામાં તોફાની પરિસ્થિતિને જોતા માછીમારોને દરિયો નહીં ખેડવાનું સૂચન કરતું  ટ્વિટ કર્યું છે. આમ લોકોને દરિયા કિનારાથી દૂર રાખવા તિથલના દરિયા કિનારે પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે. સલામતીના ભાગરૂપે પોલીસ દ્વારા સહેલાણીઓને દરીયા કિનારે સલામત અંતરે દૂર રાખવામાં આવી રહ્યા છે.

Gujarat Others
તિથલ

વલસાડ જિલ્લાનો દરિયો આજે પણ તોફાની જોવા મળ્યો હતો. વલસાડનાં જાણીતા તિથલનાં દરિયા કિનારે ઊંચા તોતિગ મોજા ઉછળ્યા હતા. દરિયાકિનારે ઝડપી પવન અને દરિયાના ઉંચા મોજાઓને કારણે  તોફાની માહોલ જોવા મળ્યો હતો. સાથે જ દરિયા કિનારા વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વરચે છૂટો છવાયો હળવો વરસાદ પણ વરસ્યો  હતો. હવામાન વિભાગે પણ પાંચ દિવસ સુધી દરિયો તોફાની રહેવાની આગાહી કરી છે અને તંત્રએ સાવધાન રહેવાની અપીલ કરી છે.

તિથલ

તિથલનો પડોશી સંઘ પ્રદેશ દમણનાં દરિયા કિનારે પણ ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાનું સૂચન કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લા કલેકટર દ્વારા પણ દરિયામાં તોફાની પરિસ્થિતિને જોતા માછીમારોને દરિયો નહીં ખેડવાનું સૂચન કરતું  ટ્વિટ કર્યું છે. આમ લોકોને દરિયા કિનારાથી દૂર રાખવા તિથલના દરિયા કિનારે પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે. સલામતીના ભાગરૂપે પોલીસ દ્વારા સહેલાણીઓને દરીયા કિનારે સલામત અંતરે દૂર રાખવામાં આવી રહ્યા છે. ત્યારે તોફાને ચડેલા દરિયાના પાણી કિનારો વટાવ્યો હતો અને તિથલના દરિયા કિનારાની ચોપાટી પર દરિયાના પાણી ફરી વળ્યા હતા. આમ વલસાડ જિલ્લાના 70 કિલોમીટર દરિયા કિનારા વિસ્તારમાં આવો જ તોફાની માહોલ જોવા મળ્યો હતો. સહેલાણીઓને દરિયાથી દૂર રાખવા પોલીસ દ્વારા દરિયાકિનારે દોરડા બાંધી કોરડન કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવ સાચા અર્થમાં સમાજોત્સવ બન્યો : શિક્ષણમંત્રી