Ahmedabad News/ અમદાવાદમાં કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ

આગ (Fire)ની જાણ થતાં અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસની ટીમો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી

Gujarat Ahmedabad Breaking News
અમદાવાદ (Ahmedabad)ના નારોલ-ઈસનપુર રોડ પર આવેલા બાલાજી એસ્ટેટમાં શનિવારે બપોરે એક કેમિકલ ગોડાઉન (Chemical Godown)માં અચાનક ભીષણ આગ (Fire)લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

Ahmedabad News : અમદાવાદ (Ahmedabad)ના નારોલ-ઈસનપુર રોડ પર આવેલા બાલાજી એસ્ટેટમાં શનિવારે બપોરે એક કેમિકલ ગોડાઉન (Chemical Godown)માં અચાનક ભીષણ આગ (Fire)લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે ગોડાઉનમાંથી નીકળતા કાળા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાઈ રહ્યા હતા.

પ્રાથમિક માહિતી મુજબ બપોરે આશરે 12:56 વાગ્યે ગોડાઉન નંબર 55માં આગ ભભૂકી ઊઠી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમિકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી અને સુરક્ષાના ભાગરૂપે લોકો ગોડાઉન વિસ્તારથી દૂર ખસી ગયા હતા.

ફાયર વિભાગની ત્વરિત કામગીરી

આગની જાણ થતાં અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસની ટીમો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ (Fire)વધુ ફેલાય નહીં અને નજીકના ગોડાઉનોને નુકસાન ન થાય તે માટે ફાયર બ્રિગેડના અનેક વાહનોને કામગીરીમાં જોડવામાં આવ્યા હતા.

ફાયર જવાનોએ સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. સાથે સાથે કૂલિંગ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું જેથી આગ ફરીથી ભભૂકી ન ઊઠે.

જાનહાનિ ટળી, નુકસાનનો અંદાજ બાકી

આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ કે ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી નથી, જે રાહતની બાબત છે. જોકે ગોડાઉનમાં રહેલા કેમિકલ અને અન્ય માલસામાનને ભારે નુકસાન પહોંચ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. પ્રાથમિક તબક્કે કેમિકલ રિએક્શન, સ્ટોરેજમાં બેદરકારી અથવા ટેકનિકલ ખામી જેવી સંભાવનાઓ પર તપાસ ચાલી રહી છે. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ ફાયર વિભાગ અને સંબંધિત એજન્સીઓ દ્વારા વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે.


આ પણ વાંચો: મોરબીમાં પેપરમિલમાં આગ ભભૂકી ઉઠી, કરોડોનો માલ નાશ પામ્યો

આ પણ વાંચો: અમદાવાદમાં ગરીબોના આશિયાના પર તૂટી પડી આફત, 200 ઝૂંપડાઓ વચ્ચે લાગી વિકરાળ આગ

આ પણ વાંચો: આણંદમાં પહેલા નોરતે લાગી આગ, TRP Game Zone Fire જેવો માહોલ